હોન્ડાએ ‘ધ ગ્રેટ હોન્ડા ફેસ્ટ’ સાથે તેના ગ્રાહકો માટે ફેસ્ટિવ ડીલાઈટની જાહેરાત કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં પ્રીમિયમ કારોની અગ્રણી ઉત્પાદક કંપની હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ (એચસીઆઈએલ)એ આજે નવરાત્રીના શુભારંભ સાથે ભારતભરમાં તેના ગ્રાહકો માટે ‘ધ ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટ’ હેઠળ ફેસ્ટિવ ઓફર્સની શરૂઆત કરી છે. તહેવારોની મોસમમાં પ્રમોશનના ભાગરૂપે ગ્રાહક 31મી ઓક્ટોબર, 2021 સુધીમાં તમામ અધિકૃત હોન્ડા ડીલરશિપ ખાતે તેમની પ્રિય હોન્ડા કારની ખરીદી કરતા આકર્ષક ઓફર્સનો લાભ લઈ શકે છે.

આ આકર્ષક ઓફરો અંગે ટિપ્પણી કરતા હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ એન્ડ સેલ્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર શ્રી રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, “તહેવારો આપણને ઉજવણીનું કારણ આપે છે અને તેનું આપણા જીવનમાં હંમેશા એક ખાસ મહત્વ રહ્યું છે. આ તહેવારોની મોસમમાં કારની ખરીદી ગ્રાહકો માટે વધુ વળતરદાયક બને તે માટે સમગ્ર હોન્ડા પ્રોડક્ટ્સ માટે આકર્ષક ઓફર્સ અને પ્રમોશન્સ લાવતાઅમે આનંદની લાગણી અનુભવીએ છીએ.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે,“ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં અને વર્તમાન વેચાણ ગતિવિધીમાં આવેલા સુધારાએ સુનિશ્ચિત કર્યું છે કે બજારમાં અમારી પ્રોડક્ટ્સ માટે સારી માગ છે. અમને આશા છે કે તહેવારોની મોસમ એકંદર ઓટો ઉદ્યોગજગતને જરૂરી વેગ પૂરો પાડશે.”

બ્રાન્ડ ઓફર્સ
5thજનરેશન હોન્ડા સિટી રૂ।.53,500સુધી
4thજનરેશન હોન્ડા સિટી રૂ।.22,000સુધી
ન્યુ હોન્ડા અમેઝ રૂ।. 18,000સુધી
ન્યુ હોન્ડા WR-V રૂ।.40,100સુધી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.