દીવેલાની ખાડા પદ્ધતિની ખેતીમાં ૧ વીઘામાં ૩૦ હજારનો ફાયદો

મહેસાણા
મહેસાણા

મહેસાણાઃ જિલ્લામાં ચાલુ સાલે ૯૩૦૦૦ હેક્ટરમાં દીવેલાનું વાવેતર થયું હતું. મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગે દીવેલાની વાવણીમાં નવતર પ્રયોગ હાથ ધરતાં ૧૦ તાલુકામાં પિયતની સગવડ ધરાવતાં ૧૩૦ ખેડૂતોને પસંદ કર્યા હતા. અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ ૨૦૦ વીઘા જમીનમાં ખાડા પધ્ધતિથી દીવેલાનું વાવેતર કર્યું હતું. ૭ઠ૬ અને ૬ઠ૬ ફુટના અંતરે ખાડા કરી દીવેલાનું વાવેતર કરાવ્યું હતું. પ્રયોગ સફળ રહેતાં દરેક ખેડૂતોને પરંપરાગત દીવેલા વાવેતર સામે ૨૫ થી ૩૦ હજારનો ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

દીવેલાની ખેતીના નવતર પ્રયોગમાં ઉતારો બમણો થયો  નવતર પ્રયોગ કરનાર રણસીપુરના ધૂળાભાઇ કે.પટેલ અને મિયાસણના રામાજી ઠાકોર નામના બંને ખેડૂતોએ જણાવ્યું હતુ કે, પરંપરાગત ખેતીમાં બીયારણને પેરીને ખેતી કરાય છે, ૪ થી ૫ ટ્રોલી છાણીયું ખાતરની જરૂરીયાત, આખી જમીનમાં પિયત આપવું પડે છે, ૧ કિલો બિયારણ વપરાય છે અને સરેરાશ ઉતારો ૩૦ થી ૩૫ મણ મળે છે. તેની સામે નવતર પ્રયોગમાં વાવણી ૭ઠ૬ અને ૬ઠ૬ ફુટના અંતરે ખાડા કરાય છે, ૧ ટ્રોલી છાણીયું ખાતર સાથે આંતરા-પાટલે પિયત અપાય છે, માત્ર ૩૦૦ થી ૪૦૦ ગ્રામ બિયારણ વપરાશમાં સરેરાશ ઉતારો ૬૦ થી ૬૫ મણના ઉતારો મળશે. આ સ્થિતિમાં એક વીઘા જમીનમાં રૂ.૨૫ થી ૩૦ હજારનો ફાયદો થશે.
ખેડૂતોની આવક બમણી કરવા પ્રયોગ કરાયો  જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, આ નવતર પ્રયોગ માત્ર પિયતની સગવડ ધરાવતાં ખેડૂતોને સાથે રાખી કરાયો હતો. જ્યારે પણ ખેડૂત ખાડા પધ્ધતિથી દીવેલાનું વાવેતર કરે તેના ૩ થી ૪ દિવસમાં નર્સરીમાં વપરાતી કેટલી પ્લાસ્ટીક બેગમાં પણ વાવણી કરવી જોઇએ જેથી ૧૫ થી ૨૦ દિવસ બાદ નબળા છોડને હટાવી દેવામાં આવે ત્યારે છોડની ફેરબદલી કરી શકાય.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.