બનાસકાંઠાની યુવતીને નસીબ ન થઈ વતનની ‘ભૂમિ’, અંતિમ ઈચ્છા અધૂરી રહી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : વિદેશમાં જીવલેણ રોગનો ભોગ બનેલી ડિસાની યુવતીની આખરી ઈચ્છા અધુરી રહી ગઈ હતી. ભૂમી નામની આ યુવતીએ ભારત આવવા મદદ માંગી હતી પરંતુ તેને કોઈ મદદ મળી ન હતી અને આખરે વિદેશની ધરતી પર ભૂમિએ પોતાનો આખરી શ્વાસ છોડ્‌યો હતો. અહીં તેનો પરિવારે આક્રંદ મચાવ્યું છે. લોકડાઉનમાં ૫૦ લાખને ખર્ચે એર એમ્બ્યુલન્સથી કોઈ પણ પાયલોટ ભારત આવવા તૈયાર નહોતો.
ભૂમિ જીવલેણ રોગ એન્સેફ્‌લોમેનજાઈટિસથી પીડિત હતી. છેલ્લા ૧૯ દિવસથીICU માં હતી. બનાસકાંઠાના ડીસાના વાસણા ગામની વતની ભૂમિ ચોધરીનુ અરમેનિયામાં મોત થયું છે. ભૂમિ અરમેનિયા અભ્યાસ માટે થઈ હતી. ત્યાં તે જીવલેણ રોગ એન્સેફ્‌લોમેનજાઈટિસની શિકાર બની હતી. તે છેલ્લા ૧૯ દિવસથી ICU માં હતી. ભૂમિના પરિવારની તેને જોવાની અંતિમ ઈચ્છા અધુરી રહી ગઈ હતી. ત્યાં હાજર તેના મિત્રોએ તેને ભારત પરત લાવવા માટે ભારત સરકાર પાસે મદદ માંગી હતી પરંતુ તેમાં કોઈ મદદ ન મળતા આખરે તેણે અરમેનિયામાં અંતિમ શ્વાસ લીધા હતા. સરળ ભાષામાં સમજીએ તો તેને મગજનો તાવ આવ્યો હતો જેમાં તેના મગજમાં સોજો આવ્યો છે અને તેના એક પછી એક ઓર્ગન ફેલ થઈ રહ્યા હતા. અર્મેનિયાથી તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ભારત જવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેમની કોઈ મદદ ન કરી રહ્યુ હોવાને કારણે તેમણે આખરે સોશિયલ મીડિયાનો સહારો લઈને ટ્‌વવીટર અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. ભૂમિ સાથે તેના સહપાઠીઓ હતા જે હાલ ભૂમિને ભારત લાવવાની કોશિશ કરી રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.