![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/10/974bd517-b1d9-4049-b279-b9e8a53c35bc.jpg)
પાલનપુરમાં કલેક્ટર કચેરીનું સ્થળાંતર અટકાવવા શાસક-વિપક્ષ એકમત થયા
કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં કલેક્ટર કચેરીના સંભવિત સ્થળાંતરને અટકાવવા શાસક અને વિપક્ષ પ્રજાહિતમાં એકમત થયા હતા. અને કલેકટર કચેરી માટે જિલ્લા પંચાયતની માલિકીના પથિકાશ્રમની જગ્યા આપવા માટેનો ઠરાવ સર્વાનુમત્તે કરાયો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજાઇ હતી.જેમાં સભાની શરૂઆતમાં ગત સાધારણ સભાની કાર્યસુચીને વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી જગ્યાના અભાવે અન્યત્ર ખસેડાવામાં આવતી હોવાથી જિલ્લા પંચાયત દ્વારા પથિકાશ્રમની જગ્યા કલેક્ટર કચેરી માટે આપવાનો સર્વાનુંમત્તે ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ તેની જગ્યાએ સામે બીજી જગ્યા આપી પથિકાશ્રમ ઉભો કરી આપવા માંગ કરાઈ હતી. આમ, કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતે પ્રજાના હિતમાં પથિકાશ્રમની જગ્યા કલેક્ટર કચેરી માટે જગ્યા ફાળવવાની તૈયારી દર્શાવતા હવે કલેક્ટર કચેરીની જગ્યા નહી બદલાય તેવુ હાલના તબક્કે લાગી રહ્યુ છે. આ ઉપરાંત આજની બેઠકમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યા છે. જેથી ત્રીજી લહેર આવે તે પહેલા ઓક્સિજન પ્લાન્ટની અધુરી કામગીરી ઝડપથી થાય તે માટે સુચના આપવામાં આવી હતી. આ ઉપરાત આરોગ્ય, શિક્ષણ, બાંધકામ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.