વેસ્ટર્ન ડિજિટલ દ્વારા મેક અને પીસી ઉપભોક્તાઓને પોકેટ આકારનાં ડબ્લ્યુડી એલીમેન્ટ્સ™  એસઈ એક્સટર્નલ એસએસડી ઓફર કરાય છે  

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વેસ્ટર્ન ડિજિટલ (NASDAQ: WDC) દ્વારા આજે WD Elements™ SE SSDની ઘોષણા કરવામાં આવી હતી, જે નવું પોર્ટેલ સ્ટોરેજ સોલ્યુશન પરફોર્મન્સ સાથે પોકેટ- આકારની ડિઝાઈનને અનુકૂળ છે. આ કોમ્પેક્ટ ડિવાઈસ ફાઈલ્સ ઝડપથી ફેરવવા માટે પોર્ટેબલ ડ્રાઈવની જરૂર ધરાવતા ગ્રાહકો માટે ઉત્તમ સમાધાન છે. ડબ્લ્યુડી એલીમેન્ટ્સ એસઈ એસએસડી સાથે કામ પર હોયકે મોજ માટે કન્ટેન્ટ નિર્માણ કરતા હોય, ગ્રાહકો લેપટોપ્સ, ડેસ્કટોપ્સ અને અન્ય ડિવાઈસીસમાં તેમની કન્ટેન્ટને કંટ્રોલ કરી શકે છે.

વેસ્ટર્ન ડિજિટલના ભારતના માર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર શ્રી જગન્નાથન ચેલ્લૈયાએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિજિટલ મેક અને પીસી ઉપભોક્તાઓને તેમની કન્ટેન્ટ મેનેજ કરવાનું સુવિધાજનક બનાવવા માટે ઈનોવેટિવ ટેકનોલોજી લાવવા પર કેન્દ્રિત છે. ડબ્લ્યુડી એલીમેન્ટ્સ એસઈ એક્સટર્નલ એસએસડી પરફોર્મન્સ, કોમ્પેક્ટ આકાર અને ક્ષમતાનું ઉત્કૃષ્ટ સંમિશ્રણ છે. તે ઘણાં બધાં ડિવાઈસીસ વચ્ચે બેક અપ અને કન્ટેન્ટ શેર કરવા જોતા ગ્રાહકો માટે અનન્ય પસંદગી છે.

ડબ્લ્યુડી એસએસડી પોર્ટફોલિયોમાં આ નવા ઉમેરાના લોન્ચ પર બોલતાં વેસ્ટર્ન ડિજિટલના ભારતના સેલ્સના સિનિયર ડાયરેક્ટર શ્રી ખાલીદ વાનીએ જણાવ્યું હતું કે સોલિડ- સ્ટેટ ડ્રાઈવ્ઝ તેમના પરફોર્મન્સ, સ્પીડ, વિશ્વસનીયતા અને તેની આસાનીને કારણે સ્ટોરેજ ઉદ્યોગમાં નવી મોટી વહેર છે. અમારાં નવાં ડબ્લ્યુડી એલીમેન્ટ્સ એસઈ એક્સટર્નલ એસએસડી મેક અને પીસી ઉપભોક્તાઓ માટે ઉત્પાદકતા પ્રેરિત સમાધાન છે.

400MB/s** સુધી રીડ સ્પીડ્સ અને 2TB* સુધી ક્ષમતા સાથે આ નવું પોર્ટેબલ એસએસડી ગ્રાહકોને ઝડપથી ફાઈલ્સ ફેરવવા અનુકૂળતા આપે છે, જેથી તેઓ રોજ વધુ કામ કરી શકે છે. ડ્રાઈવની પ્લગ- એન્ડ- પ્લે ફંકશનાલિટીનો અર્થ તે આઉટ ઓફ ધ બોક્સ ઉપયોગ કરવા તૈયાર છે અને કોઈ પણ કાર્યપ્રવાહમાં આસાનીથી જોડી શકાય છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.