જોક્સ
૧.
શિક્ષક : બોબી,રાત્રે તમારા ઘરમાં ચોકીદાર ચોકી કરતો હોય અને અચાનક ચોર ઘુસી જાય તો બોલ ચોકીદાર શું કરશે?
બોબી : એ ચોરને તરત જ કહી દેશે કે અહીં નહી સામેના બંગલામાં જા.
૨.
બોબીની મમ્મી : અમારા બોબી વખતે મને બહુ તકલીફ પડેલી
મધુબેન : એ કંઈ રીતે ?
મમ્મી : રોજ હોસ્પટલ જવું પડતું હતું.
મધુબેન : એટલે જ તમારો બોબી એક મિનિટ ચુપ થઈને બેસતો નથી.
૩.
બોબી : દરિયામાં હોડીમાં આપણે જતા હોઈએ અને અચાનક હોડીમાં કાણું પડી જાય અને પાણી અંદર ભરાવા માંડે ત્યારે શું કરવું જાઈએ.?
ચિંતન : અમને ખબર નથી તું જ કહે બોબી,
બોબી : આટલું નથી આવડતું ? હોડીમાં બીજું કાણું પાડી દેવું જાઈએ જેથી પહેલા કાણામાંથી આવેલું પાણી આ બીજા કાણામાંથી નીકળી જાય.
૪.
બોબીની મમ્મી :(ગુસ્સામાં) બોબી, અહીં આવ. કાલે રાત્રે કબાટમાં મેં બે પેડા મુકેલા બારણું પણ બરાબર બંધ કરેલ. અત્યારે એક જ પેંડો છે. બીજા કયાં ગયો ?
બોબી : મમ્મી, અંધારૂં વધારે હતું એટલે મને બીજા પેંડો મળ્યો નહીં.
૫.
ચિંતન :બોબી, તારા દાંતમાં ખુબ દુખાવો થાય છે.!
બોબી : હા બહુ દુખે છે શું કરૂં !
ચિંતન :તારી જગ્યાએ હું હોત અને આમ દાંત દુખતો તો હું તેને પકડીને બહાર ખેંચી કાઢતો અને ફેંકી દેતો.
બોબી : આ દાંત તારો હોત તો હું પણ એજ કરતો ચિંતન.
૬.
બોબી : પપ્પા, હિમાલય કયાં છે
બોબીના પપ્પા : બેટાં, તારી મમ્મીને પુછ એ કોણ જાણે કયાં બધી વસ્તુઓ મુકી દે છે. તેનુંય ભાન રહેતું નથી.