આઇટેલ મોબાઇલે રજૂ કર્યો HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે અને ફાસ્ટ ફેસ અનલોક સાથે આઇટેલ A26 માત્ર રૂ. 5999માં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ આઇટેલ તહેવારોની સીઝન પહેલા તેની એ-સિરીઝ અને વિઝન શ્રેણી હેઠળ અનેક ફોન લોન્ચ કરીને તેના સ્માર્ટફોન પોર્ટફોલિયોને મજબૂત કરી રહી છે. આ તમામ લોન્ચ કંપનીના એકમાત્ર ધ્યેયને અનુરૂપ છે અને તે એન્ટ્રી લેવલ સ્માર્ટફોન વપરાશકર્તાઓ કે જેઓ 6000 રૂપિયાથી ઓછા બજેટમાં તેમના ફોનને અપગ્રેડ કરવા માંગે છે તેમની આકાંક્ષાઓ પૂરી કરવાનું છે.

આઇટેલ બ્રાન્ડની આ નવી શ્રેણીની રજૂઆત છે જેમાં આઇટેલ A26 તરફથી આ નવીનતમ ઓફર એ A- સિરીઝ પોર્ટફોલિયો (એન્ટ્રી લેવલ SP રેન્જ) માં બીજી પેઢીનો સ્માર્ટફોન છે. Itel A26 પૈસા વસુલ સ્માર્ટફોન છે કારણ કે તે ટેક્નોલોજીના ઉત્સાહીઓની માગને પૂર્ણ કરે છે જેમાં મોટી HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે, 2GB રેમ સાથે ફ્લૂડિક અનુભવ અને શક્તિશાળી બેટરી, સ્માર્ટ ફેસ અનલોક સાથે ઉન્નત સુરક્ષા અને હાઇ ડેફિનેશન ફોટોગ્રાફીનો અનુભવ છે. આ નવો સ્માર્ટફોન આઇટેલથી વિશિષ્ટ સામાજિક ટર્બો સુવિધા સાથે રજૂ કરવામાં આવે છે જેમાં વોટ્સએપ કોલ રેકોર્ડિંગ, પીક મોડ, કોલ એલર્ટ અને સ્ટેટસ સેવનો સમાવેશ થાય છે.

આ ફોન વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ સર્વિસ એશ્યોરન્સ સાથે આવે છે, જે અંતર્ગત જો ખરીદીના 100 દિવસની અંદર સ્ક્રીન તૂટી જાય તો ગ્રાહક તેને મફતમાં બદલી શકે છે. A26 માટે રૂ. 5999 ખૂબ જ આકર્ષક કિંમતે છે જે સાબિત કરે છે કે કંપની જનતા માટે ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી તેઓ પણ સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટીના લાભો માણી શકે.

લોન્ચિંગ વિશે બોલતા, ટ્રાન્સિયન ઇન્ડિયાના CEO શ્રી અરિજીત તાલપત્રાએ જણાવ્યું હતું કે, “જનતાની ડિજિટલ જરૂરિયાતોને પહોંચી વળવા અને વિશ્વના આ નવા ટ્રેન્ડમાં તેમને આગામી પેઢીની ટેકનોલોજી પૂરી પાડવા માટે આ શ્રેણીમાં Itel A26 બેન્ચમાર્ક બની ગયું છે. જનતા માટે ટેકનોલોજીનું લોકશાહીકરણ કરશે અને એન્ટ્રી લેવલ સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ પસંદગી કરીને તેમના સ્માર્ટફોન અનુભવમાં નવા પરિમાણોને વેગ આપશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે આઇટેલ એ-26 આકર્ષક ડિઝાઇન અને ઇનોવોટિવ ટેક્નોલોજીનું સંપૂર્ણ જોડાણ છે જેની કિંમત રૂ. 6000 કરતા ઓછા સેગમેન્ટમાં વપરાશકર્તાઓ માટે સંપૂર્ણતા સાથે ઉત્પાદિત કરે છે. અમે ખૂબ જ આશાવાદી છીએ કે અમારી નવીનતમ ઓફર અમારા ગ્રાહકોને સીમલેસ સ્માર્ટફોન અનુભવ સાથે સશક્ત બનાવશે અને તેમને સૌથી સસ્તા ભાવે તેમની ડિજિટલ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે.

આકર્ષક ફિચર્સથી સજ્જ આઇટેલ એ 26 સુપર ટ્રેન્ડી સુવિધાઓ સાથે જાદુઈ પેકેજ સાથે રજૂ કારયો જેથી ગ્રાહકોને સસ્તા ભાવે શ્રેષ્ઠ અનુભવ મળે. આ સ્માર્ટફોન 14.48 સેમી છે. (5.7 ઇંચ) HD+ IPS વોટરડ્રોપ ડિસ્પ્લે જે ગ્રાહક માટે શ્રેષ્ઠ ગુણવત્તાની ઇમેજ લાવે છે. તેનું માપ 148×72.3×9.9mm છે અને તેમાં 1520*720 HD+ ડિસ્પ્લે રિઝોલ્યુશન છે જે 19:9 સાપેક્ષ રેશિયો સાથે વિડિઓ જોવાનો અનુભવ પૂરો પાડે છે.

સ્લીક અને આકર્ષક ડિઝાઇન સાથે, itel A26 નવીનતમ એન્ડ્રોઇડ 10 (ગો એડિશન) પર ચાલે છે અને સીમલેસ મલ્ટીટાસ્કીંગ માટે 1.4GHz ક્વાડ-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત છે. મેમરી ગોઠવણીની વાત કરીએ તો, આ ફોન 2 જીબી રેમ અને 32 જીબી રોમ સાથે રજૂ કરાયો છે અને તેની મેમરી 128 જીબી સુધી વિસ્તૃત કરી શકાય છે. બેટરીના સંદર્ભમાં, A26 શક્તિશાળી 3020mAh બેટરીથી સજ્જ છે, જેના માટે તમે વારંવાર ચાર્જની ચિંતા કર્યા વિના HD વિડિઓઝ જોઈ શકો છો. આ ફોન ઝડપી ફેસ અનલોક જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ સાથે આવ્યો છે જેથી તમે કોઈપણ મુશ્કેલીઓ વગર ફોનને સરળતાથી અનલોક કરી શકો.

 

Specs/Model itel A26
MOP Price (INR) INR 5999
   RAM 2GB
ROM 32GB
Display Size (Inch) 14.48cm (5.7-inch)
Display Type and Resolution HD+ Waterdrop Display

1520*720

Processor Quad-Core 1.4GHz
Battery 3020mAh
Colour Availability Gradation Green, Light Purple and Deep Blue
Operating Software Android 10 Go Edition
Network 2G: 900/1800 MHz

3G: 900/2100 MHz

LTE: Band 1/3/5/8/40/41

Charger 5V 1A
Face Unlock Yes
Front camera 2MP
Rear camera 5MP+VGA
Size 148*72.3*9.9mm

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.