નાણાં મંત્રી આજે ૯ મહત્વની જાહેરાતો કરશે; પરપ્રાંતીય મજૂરો, ખેડૂતો, સ્ટ્રીટ વેન્ડરને રાહત અપાશે

ગુજરાત
ગુજરાત

રખેવાળ, નવી દિલ્હી

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે ૨૦ લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. આજે ફરી નાણાં મંત્રી બીજી પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી રહ્યાં છે. જેમાં ગ્રામીણ અને શહેરી ગરીબોની સાથે કૃષિ ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. આ સિવાય તેમાં મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળવાની સંભાવના છે.

                                                                   મહત્વના મુદ્દા

  • નાણાં મંત્રીએ કહ્યું- અમે પરપ્રાંતીય મજૂરો, ગરીબો અને જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીશું. લોકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અમે સતત જાહેરાતો કરી રહ્યાં છે. ૩ કરોડ ખેડૂતોએ રાહતદરે લોન લીધી. તેમણે ૪ લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધી.
  • ખેડૂતો માટે ઈન્ટરેસ્ટ સબ્વેશન સ્કીમ ૩૧ મે સુધી ચાલુ રહેશે.
  • માર્ચ-એપ્રિલમાં ૬૩ લાખ કૃષિ લોન આપવામાં આવી. તે ૮૬ હજાર ૬૦૦ કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો.
  • પાકની ખરીદી માટે રાજ્યોને અપાતી નાણાંકીય મદદ ૬૭૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે વધારી. ગ્રામીણ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ૪૨૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
  • કોરોના દરમિયાન લોકો માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં રહેતા જે લોકો બેઘર છે, તેમને તેનો ફાયદો મળ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે નાણાં મંત્રીનો ફોકસ કેશ આપવા અને મફત ખાદ્યઅન્ન પર હોઈ શકે છે. લોકડાઉન શરૂ થવાના સમયે માર્ચના અંતમાં સરકાર દ્વારા ગરીબો માટે જાહેરાતો કરવામાં આવી હતી. આ તેનું વિસ્તારિત વર્ઝન હશે. સરકારે લોકડાઉનની શરૂઆતમાં પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત ૫ કિલો વધુ ઘઉં-ચોખા અને ૧ કિલો દાળ ત્રણ મહિના સુધી ૮૦ કરોડ જરૂરિયાતમંદોને આપવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે જાહેર ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજ પર ચર્ચામાં સામેલ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું, સ્જીસ્ઈને લઈને જાહેરાતો પુરી થઈ ગઈ છે. હવે સરકારનો અગામી ફોકસ ગરીબ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર હશે. પછીથી મધ્યમ વર્ગ માટે અને અન્ય ક્ષેત્રો માટે કેટલાક ઉપાયો કરવામાં આવી શકે છે.

એક અન્ય અધિકારીએ કહ્યું- એક-એક કરીને અમે દરેક ક્ષેત્રો અને સ્ટેકહોલ્ડર્સને કવર કરીશું. કોવિડ-૧૯થી સૌથી વધુ પ્રભાવિત સેકટરમાં હોસ્પિટાલિટી, ટુરીઝમ, એવિએશન, લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ અને ઓટોમોબાઈલ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.