ટાટા મોટર્સે લગભગ દોઢ મહિના બાદ સાણંદ અને પંતનગરમાં ઉત્પાદનની કામગીરી ફરી શરુ કરી

Business
Business

લોકડાઉનના પગલે ટાટા મોટર્સે તેના ગુજરાતના સાણંદ પ્લાન્ટ સહિત દેશના અન્ય ભાગોમાં આવેલા પેસેન્જર અને કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન માર્ચના ચોથા સપ્તાહથી અટકાવી દીધું હતું. સરકાર તરફથી લોકડાઉનમાં ઉદ્યોગો માટે નિયમો હળવા કરાયા બાદ કંપનીએ આ સપ્તાહે સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદન કામગીરી ફરી શરુ કરી છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પંતનગર પ્લાન્ટમાં પણ ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. ટાટા મોટર્સના સીઇઓ અને એમડી ગુન્ટર બુશચેકે જણાવ્યું હતું કે, અમારી અગ્રતા અમારા કર્મચારીઓ, ગ્રાહકો અને ઇકોસિસ્ટમના ભાગીદારોની સલામતી અને સુખાકારી છે. તેથી, અમે દરેક પ્લાન્ટમાં મર્યાદિત, આવશ્યક કર્મચારીઓ સાથે ઓપરેશન્સ ફરીથી પ્રારંભ કરીએ છીએ, કાર્યકારી ઓપરેશનલ આવશ્યકતાઓને અસરકારક રીતે પૂર્ણ કરતી વખતે, સલામતીના ધોરણોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.

ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં રોજની ૪૦૦થી વધુ કારનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. જોકે, કંપની સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલની સ્થિતિએ આ સ્તરે ઉત્પાદન કરવું શક્ય નથી. કંપની પાસે અત્યારે વર્કફોર્સ ઓછી છે અને એટલે ઉત્પાદન પણ ઓછુ જ થશે. જેમ જેમ પરિસ્થતિ સુધારશે તે પ્રમાણે ઉત્પાદન વધારવામાં આવશે.

લખનૌ (ઉત્તર પ્રદેશ), ધારવાડ (કર્ણાટક), જમશેદપુર (ઝારખંડ) અને પુણે (ફક્ત એમ્બ્યુલન્સ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ માટે)માં ટાટા મોટર્સ પ્લાન્ટ શરુ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને આગામી કેટલાક દિવસોમાં તેનું ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે. કામગીરીની આ શરૂઆત સંબંધિત સરકારની બધી આવશ્યક મંજૂરીઓ મેળવાઈ રહી છે.

કાર્યસ્થળ પર ફરીથી જોડાતા દરેક કર્મચારી માટે આરોગ્ય સેતુ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી અને તેનો ઉપયોગ કરવો ફરજિયાત છે. આ ઉપરાંત, પ્લાન્ટની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે. પ્લાન્ટ પરિસરમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ કર્મચારીઓ અને મુલાકાતીઓનું પણ તાપમાન તપાસવામાં આવે છે.
આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.