ગુજરાત : ખેડૂતોનો કપાસ CCI મારફત ઝડપથી ખરીદવા કેન્દ્રને મુખ્યમંત્રીની રજૂઆતઃ- અશ્વિની કુમાર

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો ૧૦ હજાર નજીક પહોંચી ગયો છે. આખા રાજ્યમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા થયેલાં ૨૪ કલાકમાં ૩૬૫ નવા કેસ નોંધાતા હવે કોરોનાના કુલ ૯,૨૬૭ પોઝિટિવ કેસ, મૃત્યુઆંક ૫૬૬ અને ૩,૫૬૨ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, મુખ્યમંત્રીએ સેન્ટ્રલ ટે્કસટાઇલ મિનિસ્ટર સાથે વાત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતોના કપાસ સીસીઆઇ મારફત ખૂબજ ઝડપથી ખરીદવામાં આવે અને ખેડૂતને તેમના કપાસના ઉત્પાદનનો સારો ભાવ ટેકાના ભાવે મળે તે માટે યોગ્ય અને ઝડપી કાર્ય કરવા રજૂઆત કરી છે. કેન્દ્રીય નાણામંત્રીએ સ્જીસ્ઈ માટે સારુ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સ્જીસ્ઈનો ગઢ માનવામાં આવે છે. લાખો યુનિટ ગુજરાતમાં કામ કરે છે જેથી મુખ્યમંત્રીએ આ પેકેજને આવકાર્યું છે અને ગુજરાતમાં આ સેક્ટર વધુ મજબૂત અને તાકતવર બનીને બહાર આવશે.

સરખેજ હાઈવે પર ચાલી રહેલા સિક્સલેન હાઈવે સહિતના કામોનું નિરીક્ષણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે બપોરે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા રંગરૂપ સાથેના લોકડાઉન ૪ અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

દિલ્હીથી અમદાવાદ આવનારી ટ્રેનના પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓને કોઇ અવગડતા ન પડે એ માટે સાબરમતી સ્ટેશનથી અલગ-અલગ ૧૫ રૂટ પર તંત્ર દ્વારા બસ દોડાવવામાં આવશે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આપણે અલગ અલગ હોસ્પિટલમાં ટોસિલિ ઝુમૈબ (Tocilizumab)ઈન્જેક્શનનો જ્યાં જરૂર પડે ત્યાં આપવાની શરૂઆત કરી છે. આ ઈન્જેક્શન ગંભીર હાલતમાં હોય તે દર્દીને આપવામાં આવે છે, જે ખૂબ મોંઘા હોય છે. પરંતુ તેને પર્ચેઝ કમિટીમાં મંજૂરી આપી છે અને ઉપયોગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.૨૪ કલાકમાં ૨૭૬૦ ટેસ્ટ કર્યાં, ૨૨ દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરાનાથી મોત

આરોગ્ય અગ્ર સચિવે વધુમાં કહ્યું કે, રાજ્યમાં ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૩૬૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૭ દર્દીના કોરોનાથી અને ૨૨ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં ૨૫, સુરતમાં ૩ અને પાટણમાં ૧ દર્દીનું મોત થયું છે. જ્યારે અમદાવાદમાં ૨૯૨, સુરતમાં ૨૩, વડોદરામાં ૧૮, મહેસાણામાં ૮, દેવભૂમિ દ્વારકામાં ૭, ભાવનગરમાં ૩ અને જામનગરમાં ૩, પાટણમાં ૨, પંચમહાલ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, અરવલ્લી, મહીસાગર, જુનાગઢ અને અમરેલીમાં ૧-૧ કેસ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૭૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૧,૨૨, ૨૯૭ ટેસ્ટ કર્યાં છે,જેમાં ૯,૨૬૮ના પોઝિટિવ અને ૧,૧૩,૦૨૯ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૯,૨૬૮ દર્દીમાંથી ૩૯ વેન્ટીલેટર પર, ૫,૧૦૧ની હાલત સ્થિર તેમજ ૩,૫૬૨ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે ૫૬૬ના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી બચીને રહેલો અમરેલી જિલ્લો ગુજરાતમાં નોંધાયેલા પહેલા કેસ પછી છેક ૮મા સપ્તાહે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બુધવારે ગુજરાત સરકારે જાહેર કરેલાં આંકડા પ્રમાણે વધુ ૨૯ લોકોના મોત થયાં છે. આ ૨૯ દર્દો પૈકી સાત દર્દીઓ માત્ર કોવિડના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે. બાકીના ૨૨ લોકોને સામાન્યથી માંડીને ગંભીર પ્રકારની બિમારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.