ગુજરાત : રાજ્યમાં કુલ કોરોનાના કુલ ૯,૨૬૭ પોઝિટિવ કેસ, મૃત્યુઆંક ૫૬૬ અને ૩,૫૬૨ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગુજરાત

ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો ૧૦ હજાર નજીક પહોંચી ગયો છે. આખા રાજ્યમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા થયેલાં ૨૪ કલાકમાં ૩૬૫ નવા કેસ નોંધાતા હવે કોરોનાના કુલ ૯,૨૬૭ પોઝિટિવ કેસ, મૃત્યુઆંક ૫૬૬ અને ૩,૫૬૨ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી બચીને રહેલો અમરેલી જિલ્લો ગુજરાતમાં નોંધાયેલા પહેલા કેસ પછી છેક ૮મા સપ્તાહે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. બુધવારે ગુજરાત સરકારે જાહેર કરેલાં આંકડા પ્રમાણે વધુ ૨૯ લોકોના મોત થયાં છે. આ ૨૯ દર્દો પૈકી સાત દર્દીઓ માત્ર કોવિડના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે. બાકીના ૨૨ લોકોને સામાન્યથી માંડીને ગંભીર પ્રકારની બિમારી હતી. દિલ્હીથી અમદાવાદ આવનારી ટ્રેનના પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓને કોઇ અવગડતા ન પડે એ માટે સાબરમતી સ્ટેશનથી અલગ-અલગ ૧૫ રૂટ પર તંત્ર દ્વારા બસ દોડાવવામાં આવશે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આપણે અલગ અલગ હોસ્પિટલમાં ટોસિલિ ઝુમૈબ (Tocilizumab) ઈન્જેક્શનનો જ્યાં જરૂર પડે ત્યાં આપવાની શરૂઆત કરી છે. આ ઈન્જેક્શન ગંભીર હાલતમાં હોય તે દર્દીને આપવામાં આવે છે, જે ખૂબ મોંઘા હોય છે. પરંતુ તેને પર્ચેઝ કમિટીમાં મંજૂરી આપી છે અને ઉપયોગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.૨૪ કલાકમાં ૨૭૬૦ ટેસ્ટ કર્યાં, ૨૨ દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરાનાથી મોત

આરોગ્ય અગ્ર સચિવે વધુમાં કહ્યું કે, રાજ્યમાં ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૩૬૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૭ દર્દીના કોરોનાથી અને ૨૨ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં ૨૫, સુરતમાં ૩ અને પાટણમાં ૧ દર્દીનું મોત થયું છે. જ્યારે અમદાવાદમાં ૨૯૨, સુરતમાં ૨૩, વડોદરામાં ૧૮, મહેસાણામાં ૮, દેવભૂમિ દ્વારકામાં ૭, ભાવનગરમાં ૩ અને જામનગરમાં ૩, પાટણમાં ૨, પંચમહાલ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, અરવલ્લી, મહીસાગર, જુનાગઢ અને અમરેલીમાં ૧-૧ કેસ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૭૬૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૧,૨૨, ૨૯૭ ટેસ્ટ કર્યાં છે,જેમાં ૯,૨૬૮ના પોઝિટિવ અને ૧,૧૩,૦૨૯ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૯,૨૬૮ દર્દીમાંથી ૩૯ વેન્ટીલેટર પર, ૫,૧૦૧ની હાલત સ્થિર તેમજ ૩,૫૬૨ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે ૫૬૬ના મૃત્યુ થયા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.