થરાદ પાસેથી શંકાસ્પદ ગોળ ભરેલું જીપડાલું અટકાવીને પોલીસ કાર્યવાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ  : થરાદમાં ડીસા તરફથી આવી રહેલું શંકાસ્પદ ગોળ ભરેલું એક પીકઅપડાલું થરાદ પોલીસે અટકાવ્યું હતું. જો કે તેનાં બીલ બરાબર હોઇ જવા દીધું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પરંતુ બિલ હતાં તો ડાલું નજીકના આંતરીક માર્ગોથી કેમ આવતું હશે તે પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો હતો.
થરાદમાં બુધવારે સવારે એક કરિયાણાની દુકાન માટે જથ્થો ભરીને ડીસા તરફથી એક શંકાસ્પદ પીકઅપડાલું ખાનગી માર્ગોથી પ્રવેશીને માર્કેટ નજીક પહોંચતાં જ પોલીસે તેને અટકાવ્યું હતું. અને તેમાં તપાસ કરતાં તેમાં ૨૩૫ બોક્સમાં શંકાસ્પદ ૫૫૫ બ્રાન્ડનો ગોળ અને ૧૫ કટ્ટાં ચણા દાળ ભરેલ હોવાનું જણાયું હતું. આથી પોલીસને શંકા જતાં આ શંકાસ્પદ જથ્થો અટકાવીને ચાલક તથા વાહન સાથે થરાદ પોલીસ મથકમાં લવાયો હતો. જોકે ત્યાર બાદ તેને જવા પણ દેવામાં આવ્યો હતો. આ પીકઅપડાલા પર અમદાવાદ ખેતીવાડી ઉત્પાદન સમિતિ બજારનો પાસ પરમીટ લગાવેલ હતો. તથા તેની તારીખમાં પણ છેકછાક કરેલ હોવાનું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. આ અંગે પોલીસ મથકમાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સુત્રોએ આ અંગે જીએસટી સહિતનાં બીલ હોવાના કારણે જથ્થો જવા દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ આ જથ્થો કાયદેસર હતો તો તેનો ચાલક નગરમાં પ્રવેશવા ખાનગી માર્ગેથી કેમ પ્રવેશ્યો હશે તેને લઇને અનેક તર્કો પણ ચર્ચાસ્પદ બન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.