ધંધા-ઉદ્યોગ ક્ષેત્રના પુર્નગઠનની ભલામણ સુચવવા સમિતિ

ગુજરાત
rakhewal
ગુજરાત

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મુખ્યમંત્રીએ આ સમિતીના અધ્યક્ષપદે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડા. હસમુખ અઢિયાની નિમૂણંક કરી છે. ૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે. વિજય રૂપાણીએ આ સમિતીમાં આઈઆઈએમ અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇએએસ અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે જીઆઈડીસીના એમડી એમ થેન્નારસનની નિયુકતી કરી છે. પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-૧૯ની આ વૈશ્વિક મહામારી સામે ગુજરાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં અન્ન સુરક્ષા, આરોગ્ય રક્ષા અને અન્ય ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ પ્રોત્સાહક પગલાંઓ લીધા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.