થરાદના આજાવાડા ગામનું દંપતી કપરા સમયે દેશની સેવા માટે ખડેપગે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ રાહ : સમગ્ર વિશ્વમાં કોરોના નામનો વાયરસે હાહાકાર મચાવ્યો છે આવા વાયરસ સામે લડવા માટે પોલીસ આરોગ્ય સફાઈકર્મી મીડિયાના મિત્રો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ ફરજ અદા કરી રહ્યા છે.જેમાં થરાદ તાલુકાના આજાવાડા ગામના તળશીબેન પોતાના બે વર્ષના બાળકને ઘરે મૂકી માની મમતાને જગ્યાએ દેશની સેવા માટે પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં કોરોના વોરિયર્સમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે જ્યારે તળસીબેનના પતિ સેધાભાઈ એલ.ચૌધરી જમ્મુ કશ્મીરમાં દેશની સુરક્ષા કરી રહ્યા છે. હાલ કોરોના વાયરસની સામે લડવા માટે પોલીસ, આરોગ્ય, સફાઈકર્મી પોતાની ફરજ બજાવે છે. જેમાં થરાદના આજાવાડા ગામનું ગૌરવ ગણાતા સેધાભાઈ લખાજીના પત્ની પોતાના બાળક (હર્ષિત)ને માંની મમતાની જગ્યા એ પોતાના દેશની સેવા એટલે કે દેશ પ્રેમ જીતી રહ્યા છે. તલસીબેન થરાદના આંતરોલ ગામના વાલાભાઈ ચૌધરીની દીકરી છે તો વાલાભાઈ પણ પોતાની દીકરીને પણ દીકરા સમાન ગણે છે. તલસીબેન ચાર વર્ષ અગાઉ પાટણની ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે નરસિંગમાં નોકરી મળી હતી તેમજ તેમના પતિ સેધાભાઈ એલ.ચૌધરી જમ્મુ કશ્મીરમાં ઇન્ડિયન આર્મીમાં છેલ્લા ૧૦ વર્ષથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ બન્ને પતિ પત્ની આજાવાડા ગામના ગૌરવ સમાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.