ડીસા તાલુકા પોલીસે રૂ ૧૯ લાખનો તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો
નાકાબંધી વચ્ચે અમદાવાદથી તમાકુ આવતા અનેક તર્કવિતર્ક
રખેવાળ ન્યુઝ ડીસા
લોકડાઉન વચ્ચે તમાકુ અને ગુટકાની મોટાપાયે ઠેરઠેર થઇ રહી છે. સતત બે મહિનાથી લોકડાઉન રહેતા અત્યારે તમાકુને ગુટખાનું સેવન કરતા લોકો હમણાં ભાવે ખરીદી કરી રહ્યા છે. જેના પગલે તમાકુ અને ગુટકા નું વેચાણ કરતાં વેપારીઓ ગેરકાયદેસર રીતે તમાકુ અને ગુટકા ની હેરફેર કરતા સામે આવ્યા છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશને ૧૯ લાખ કરતાં વધુનો તમાકુ અને ગુટકાનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાપાયે તમાકુ અને ગુટકા ની ગેરકાયદેસર રીતે હેરફેર થઈ રહી છે. લોકડાઉન થતાં અત્યારે મોટાભાગના પાન બીડી મસાલાના બંધ છે. ત્યારે ચોરી છુપે ગુટખાનું વેચાણ હજુ પણ યથાવત છે. ગુટકા અને તમાકુની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. જેના ભાગરૂપે ડીસા તાલુકા પી.આઈ એમ.જે.ચૌધરી અને તેમની ટીમે વહેલી સવારે આ મુદ્દામાલ જડપી પાડી પ્રતિબંધિત ગુટખાનો પર્દાફાશ કર્યો હતો.ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી પોલીસે અમદાવાદથી થરાદ જતી ટ્રક રોકાવી ચાલક હરિશરામ માનારામ જાટ રહે બેડીયા સાંચોર રાજસ્થાનની પૂછતાછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી પોલીસ એ ગાડી ની તલાસી લેતા ગાડી માંથી ૨૦ બોરા મળી આવેલા જે ખોલતા તેમાંથી પ્રતિબંધિત તમાકુ અને ગુટખા,પાનમસાલા મળી આવેલ જેની કિંમત રૂ ૯.૧૮ લાખનો માલ તેમજ રૂ ૧૦ લાખની ગાડી મળી કુલ રૂ ૧૯.૧૮ લાખ નો મુદામાલ ઝડપી પાડેલ. જોકે આ માલ થરાદના તમાકુના વેપારી જયેશ મહેશ્વરીને ત્યાં થરાદ ખાતે જતો હોવાનું પોલીસને માહિતી મળી છે અત્યારે પોલીસે ટ્રક મુદ્દામાલ તેમજ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે ડીસા નાયબ પોલીસ અધિક્ષક ડા. કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે લોકડાઉન વચ્ચે ગેરકાયદેસર ગુટખા તમાકુનું વેચાણ કરતા લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે અને આ માલ ક્યાંથી લવાયો છે અને ક્યાં જઈ રહ્યો છે તેની તપાસ રૂલર પોલીસ ચલાવી રહી છે.