પ્રેમે બનાવ્યો પાબ્લો પિકાસોને વિશ્વ પ્રસિદ્ધ હેડ ચિત્રકાર
વિશ્વનો સર્વાધિક પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોના વિશે એવું કહેવામાં આવે છે કે તે પ્રેમિકાઓ બદલવામાં ઘણો જ માહિર હતો અને પ્રેમના વિભિન્ન કલા વિશ્વમાં એટલી બધી મશહુર થઈ હતી કે, એટલી કોઈ પણ કલાકારને પ્રાપ્ત થઈ નથી. પિકાસોએ અનેક પ્રેમીકાઓ સાથે પ્રેમ કર્યો હતો. પાબ્લો પિકાસોની અંતિમ પ્રેમીકાનું નામ જેકલીન હતું. જેની સાથે પાબ્લો પિકાસોએ ૭૯ વર્ષની ઉંમરે વિવાહ કર્યા હતા.
પાબ્લો પિકાસોનો જન્મ રપ ઓકટોબર ૧૮૮૧ ના રોજ સ્પેનના માલગા નગરમાં એક સાધારણ પરિવારમાં થયો હતો.એમનું પુરૂં નામ અંગ્રેજીમાં ૯૩ અક્ષરો ગીનીઝ બુકમાં નોંધાયેલ દ્વારા ‘પાબ્દો ડીયેગો જાેસ ફ્રાંસિસ્કો ક્રિસ્પિન ક્રિસ્પિયાના ડેલા સેંટીસીમા દ્વિનિડાડ રૂઝ બાઈ પિકાસો હતું. એમનું બાળપણ ચિત્ર દોરવાના શોખમાં પસાર થયું હતું.
પાબ્લો પિકાસોએ માત્ર ર૦ વર્ષની વયે ફ્રાન્સની રાજધાની પેરીસમાં પોતાના ચિત્રોનું પ્રથમ પ્રદર્શનનું આયોજન કર્યું હતું ત્યારે દર્શકો અને કલાપ્રેમીઓ ચોંકી ઉઠયા હતા. લોકોએ તે સમયે ટીપ્પણી કરી હતી કે આ નૌજવાન પ્રતિભા સંપન્ન છે અને તે આગળ જતાં ઘણું બધું જ સારૂં કામ કરશે અને સાચે જ પાબ્લો પિકાસો આગળ જતાં એટલો બધો પ્રખ્યાત થયો કે એના જીવતેજીવ એના ચિત્રો કરોડોમાં વેચાયા હતા અને સાધન સંપન્ન શ્રીમંતો અને ધનવાન શેઠો પાબ્લો પિકાસોના ચિત્રોની કલાકૃતિઓ પ્રાપ્ત કરવાને માટે દિવાના હતા.
આ વાત એક પ્રસંગથી સિદ્ધ થાય છે. એક વાર તેઓ એકલા રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે એક ભિખારીએ એમની પાસે કંઈક માંગણી કરી પરંતુ તે સમયે પાબ્લો પિકાસોનું ખિસ્સું ખાલી હતું.તરત જ પિકાસોએ રસ્તા પર આજુબાજુ નજર દોડાવી અને એક તાંબાનો ટુકડો દેખાયો. તેમણે તરત જ તે તારને ઉઠાવ્યો અને એક ખાસ અલગ અંદાજમાં વાળીને એક આકૃતિ બનાવીને ભિખારીને આપતાં કહ્યું, ‘લો, આ કલાકૃતિને કોઈપણ શ્રીમંત વ્યક્તિ પાસે જઈને બતાવીને કહેજાે કે કે આને પિકાસોએ બનાવી છે. તમને તે મોં માંગી કિંમત આપવા તૈયાર થઈ જશે અને આ ન વેચાય તો તેેને લઈને મારા ઘેર આવી જજાે… આટલું કહીને તેમણે ભિખારીને પોતાનું સરનામું આપીને ભિખારીને વિદાય કર્યો.
પાબ્લો પિકાસોએ ૯ર વર્ષના જીવનમાં લગભગ ૧૪૦૦૦ પેન્ટીંગ્સ, ૩૦૦ થી વધુ મૂર્તિ, શિલ્પ અને હજારોની સંખ્યામાં અન્ય કલાકૃતિઓ બનાવી હતી. ૧૯૭૩ માં જયારે પાબ્લો પિકાસોનું મૃત્યુ થયું ત્યારે એમની કલાકૃતિઓ લાખો કરોડો રૂપિયામાં વેચાવા માંડી હતી. સન ર૦૦૪ માં પિકાસો દ્વારા બનાવેલ એક પેન્ટીંગ ૧૪ કરોડ ર૯ લાખ ડોલર લગભગ સવા ૬ અરબ રૂપિયામાં પ્રખ્યાત કંપની હરાજી કરનાર સોથંબીએ વેચી હતી. આ કૃતિનંુ નામ હતું ગાર્કોન અલા પાઈપ બ્લોચ વિથ એ પાઈપ ચિત્ર એક કિશોરનું હતું જે મોંમાં પાઈપ લગાવીને પિકાસોની સ્ટુડીયોમાં આવતો હતો.
પોતાના ચિત્રો વિશે પિકાસો કહેતો હતો કે, મારા ચિત્રો મારા લોહીથી ભરેલી શીશી સમાન છે. જે મેં મારા ચિત્રોમાં રચના વડે રંગો ઉડાડયા હોય છે. પિકાસો આ બધું કેવી રીતે અને શા માટે કરતો હતો તેના ઉત્તરમાં પિકાસો કહેતા હતા કે, હું કોઈ ફોમ્ર્યુલાનું અનુકરણ કરતો નથી. જે કાંઈપણ કૃતિઓ બનાવું છું તે બધું જ મારા પોતાના મનોરંજન માટે જ કરૂં છું.
જાે કોઈપણ કીંમત મળી જાય છે તેમાં મારો શો વાંક છે ? પિકાસોના દિવાના બૌદ્ધિક જગતમાં જ નહોતા.
કમલેશ કંસારા
અમદાવાદ