કેટલાક પ્રતિબંધો સાથે હવે લોકડાઉન ખુલશે, સરકારે તૈયારી શરૂ કરી

ગુજરાત
ગુજરાત

૧૭મી પછી દેશની ઈકોનોમી ધમધમે અને લોકોની મુશ્કેલી પણ હળવી થાય એ બાબતનો પ્લાન સરકારે તૈયાર કર્યો

રખેવાળ, નવી દિલ્હી
નવા ઝોનની યાદી બે ત્રણ દિવસમાં બહાર પડશેઃ ૧૫મીએ નિર્ણય લેવાશેઃ સેનીટેશન અને ડીસ્ટન્સીંગના આકરા નિયમો સાથે છૂટછાટ મળશેઃ લોકોને ભેગા થવા નહિ દેવાયઃ બજારો, શાળા-કોલેજો શરૂ થઈ નહિ શકેઃ જાહેર સ્થળોએ સેનીટેશનની વ્યવસ્થા થશેઃ પબ્લિક ટ્રાન્સપોર્ટ ખુલશે પરંતુ આકરા નિયમો હશેઃ હવાઈ સેવા પણ શરૂ થશેઃ સરકારી અને ખાનગી ઓફિસોમાં હેન્ડ સેનેટાઈઝર ફરજીયાત બનશેઃ નિયમોના પાલનમાં ઈન્સ્પેકટર રાજ ન આવે તેની સરકાર કાળજી રાખશે

કોરોના વાયરસને નિપટવા માટે દેશ લોકડાઉનના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ૧૪ દિવસના આ લોકડાઉનમાં સરકારે કેટલીક રાહતો પણ આપી છે. લોકડાઉન ૩.૦મા સરકારે દેશને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચેલ છે. લોકડાઉન ૩.૦નો ગાળો ૧૭મીએ પુરો થઈ રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર લોકડાઉન પુરૂ થયા બાદના પ્લાન ઉપર આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા દરેક જિલ્લાની સ્થિતિ પર અભ્યાસ ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે ચર્ચા બાદ એકાદ બે દિવસની અંદર ત્રણેય ઝોનની નવી યાદી બહાર પડે તેવી શકયતા છે. સરકાર લોકડાઉન પુરૂ થયા પછી સ્થિતિને થાળે પાડવા માટે વિવિધ પ્રવૃતિની નેગેટીવ લીસ્ટની એક યાદી પણ તૈયાર કરી રહી છે. સરકાર એવો પ્લાન ઘડે છે કે અર્થતંત્ર પણ દોડતુ રહે અને લોકોને મુશ્કેલી પણ ન પડે. સરકારે જાહેર કર્યા અનુસાર અત્યારે ૧૩૦ જિલ્લા રેડ, ૨૮૪ ઓરેન્જ અને ૩૧૯ ગ્રીન ઝોનમાં છે. જો કે છૂટ બાદ અમુક વિસ્તારોમાં કોરોનાના કેસ વધ્યા છે. આવતા થોડા દિવસોમાં ત્રણેય ઝોનની સંશોધીત યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. અત્યાર સુધીમાં ૨૧૬ જિલ્લા એવા છે જ્યાં હજુ સુધી એક પણ કેસ નોંધાયા નથી. ૩૬ જિલ્લા એવા છે જ્યાં છેલ્લા ૧૪ દિવસમાં એક પણ કેસ સામે આવ્યો નથી. ૪૬ જિલ્લા એવા છે જ્યાં સાત દિવસમાં એક પણ કેસ સામે આવ્યો નથી. સરકાર હવે ૧૭મી પછીનો એક સરળ એકઝીટ પ્લાન બનાવી રહી છે. પીએમઓ ૧૫મી તારીખની આસપાસ નેગેટીવ લીસ્ટની યાદી બહાર પાડે તેવી શકયતા છે. જેમા આરોગ્ય, ગૃહ અને ઈકોનોમીક મંત્રાલયોના ઈનપુટનો સમાવેશ હશે. સરકાર એવી મંજુરી આપવા માગે છે કે જેથી આર્થિક પ્રવૃતિ ચાલી શકે જે દરમિયાન સેનીટેશન અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરવાનુ રહેશે. જો કે સરકારને એવી આશંકા છે કે આનાથી ઈન્સ્પેકટર રાજ આવી શકે છે, વિદેશ ઈન્વેસ્ટરો દૂર થઈ શકે છે. ઉપરાંત સરકાર મલ્ટીપલ ગાઈડલાઈન્સ બહાર પાડે તેનાથી ગુંચવાડો પણ થઈ શકે છે. જ્યાં સુધી સપ્લાય ચેઈન અધુરી છે ત્યાં સુધી ઉદ્યોગ પૂર્ણ ક્ષમતાથી ચાલુ થઈ શકે તેમ નથી. અત્રે નોંધનીય છે કે સરકારે બે તબક્કામાં અનેક પ્રવૃતિઓ ચાલુ કરવા મંજુરી આપી હતી. ૨૦મી એપ્રિલે અને ૪થી મેએ કેટલીક મંજુરી આપવામાં આવી હતી, પરંતુ સરકારની ગાઈડ લાઈન્સમાં સ્પષ્ટતાઓ ન હોવાથી રાહતની કોઈ અસર જોવા મળી નથી અને સરકારે જે આશા રાખી હતી તે ફળીભૂત થઈ નથી. સરકારના નિતીનિર્ધારકોને એવી ચિંતા છે કે ૧૭મી પછી જો વધુ કડકાઈ રાખવામાં આવશે તો સ્થાનિક ઓથોરીટીના હાથમાં વધુ પડતી સત્તા આપવી પડશે તેનાથી ઈન્સ્પેકટર રાજ પણ પરત ફરી શકે છે. આ ઉપરાંત વિદેશી ઈન્વેસ્ટરોને આકર્ષવાના પ્લાન પર પણ પાણી ફરી વળે તેમ છે. સરકાર જે નેગેટીવ લીસ્ટની યાદી તૈયાર કરવા જઈ રહી છે તેમા કઈ પ્રવૃતિ શરૂ કરવી અને કઈ પ્રવૃતિ શરૂ કરવાને મંજુરી ન આપવી. સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે અત્યારે નેગેટીવ લીસ્ટમાં પાંચથી છ બાબતોની જરૂરીયાત લાગે છે અને બાકીની સંપૂર્ણ રીતે ખુલ્લી મુકી દેવાની તૈયારી છે. સપ્લાય ચેઈન સંપૂર્ણ રીતે કામ કરવી જોઈએ. સરકારનો એવો ઈરાદો છે કે આર્થિક પ્રવૃતિ ફરી ધમધમે અને તેની સાથોસાથ સેનીટેશનના કડક નિયમોનું પાલન થાય અને સોશ્યલ ડીસ્ટન્સીંગ રહે. અધિકારીના જણાવ્યા પ્રમાણે નેગેટીવ લીસ્ટની યાદીમાં એવી પ્રવૃતિઓ હશે જેમાં લોકો એકઠા થઈ ન શકે, ગુજરીબજાર જેવી બજાર ભરાઈ ન શકે અને થોડા સમય માટે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવી. સરકારે વિચાર્યુ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વૈકલ્પીક બેઠક વ્યવસ્થા સાથે ડિસ્ટન્સીંગ રાખવા અને રેગ્યુલર ડીસ ઈન્ફેકટ(બસ, રીક્ષા, ટેકસ વગેરેને સેનેટાઈઝ કરવા)ની વ્યવસ્થા કરી શરૂ કરવા દેવું. એટલુ જ નહિ હવાઈ સેવા પણ શરૂ કરવી જેમા વચલી સીટ ખાલી રાખવી. એટલુ જ નહિ કામકાજના સ્થળે ૧૦થી વધુ લોકો એકઠા થઈ ન શકે. નવી ગાઈડલાઈન્સમાં ફેકટરીમાં બે પાળી વચ્ચે ૪૦ મીનીટનો સમય રાખવો, સેનીટેશનની વ્યવસ્થા રાખવી, હેન્ડ સેનેટાઈઝર જાહેર સ્થળો,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.