ગોધરા : કોરોના મુક્ત થયેલા દર્દીને આવકારવા ટોળુ એકત્ર થતાં પોલીસે દર્દી સહિત ૫૦થી ૬૦ લોકોના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં ગોધરાનો એક દર્દી ઇકબાલ બડંગા કોરોના મુક્ત થયા બાદ ગોધરામાં દર્દીને આવકારવા માટે ટોળા એકત્ર થઇ જતાં ગોધરા બી-ડિવિઝન પોલીસે કોરોના મુક્ત થયેલા દર્દી સહિત ૧૧ લોકોની ઓળખ કરીને ૫૦થી ૬૦ લોકોના ટોળા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના મુક્ત થયેલા દર્દી સામે પણ પોલીસે ગુનો નોંધ્યો
ગોધરાના કોરોનાગ્રસ્ત દર્દી ઇકબાલ યુસુફ બડંગાની વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન શુક્રવારે ઇકબાલ કોરોના મુક્ત થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેથી દર્દીના પરિવારજનો તેને લઇને મોડી રાત્રે ગોધરા પહોંચ્યા હતા. આ સમયે અબરાર મસ્જિદ પાસે દર્દીને લેવા માટે ટોળા એકત્ર થઇ ગયા હતા. અને દર્દીને લઇને ટોળુ તેના ઘર તરફ ગયું હતું. આ બનાવની જાણ થતાં ગોધરા બી-ડિવિઝન પોલીસે કોરોના મુક્ત થયેલા ઇકબાલ યુસુફ બડંગા, અનસ પિત્તલ, આરીફ ઉમરજી, રજાક કલંદર, ઇલ્યાસ દાવલા, કાસીમ અસલા, સઇદ બદામ, સાહિદ ઉમરજી, ચટપટીવાળો બુમલો, મોહસીન હનીફ કઠડી, સીદીક અબ્દુલ સલામ ભોયુ સહિત ૫૦થી ૬૦ લોકોના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.