ધો. ૧૨ સાયન્સનું પરિણામ મે મહિનાના અંતમાં, ધો. ૧૦નું પરિણામ ૧૫ જૂન સુધીમાં જાહેર થશે

ગુજરાત
ગુજરાત

રખેવાળ, અમદાવાદ
અમદાવાદ. ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ મે મહિનાના અંત સુધીમાં અને ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તે પછીના બે અઠવાડિયામાં એટલે કે ૧૫ જૂનની આસપાસ જાહેર થવાની શક્યતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દર્શાવી છે. સામાન્ય રીતે દર વર્ષે મે મહિનાની શરૂઆતમાં બોર્ડનું પરિણામ જાહેર થાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ચાર મહાનગરોમાં પેપર ચેક કરવા આવનારા શિક્ષકોની ઓછી સંખ્યાને કારણે પરિણામમાં મોડું થશે.

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષકોનું મનોબળ વધારવા હું દર અઠવાડિયે બે વાર તેમની સાથે ઓનલાઇન વાત કરું છું. તેમની બાબતો જાણું છું. મહાનગરોમાં કોરોનાની અસરને કારણે પૂરતી સંખ્યામાં શિક્ષકો પેપર ચેકિંગમાં જોડાયા ન હતા. નહિતર સામાન્ય રીતે આપણે મે મહિનાની શરૂઆતમાં પરિણામ જાહેર કરી દઇએ છીએ. પરંતુ આ વર્ષે ધો.૧૨ સાયન્સનું પરિણામ મે મહિનાના અંત સુધીમાં જાહેર થવાવી શક્યતા છે. ત્યારબાદના બે અઠવાડિયામાં ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.