ઓટોનોમસ લેવલ 1 ફીચર્સ વાળી MG ગ્લોસ્ટર સેવી 7-સીટર રૂ. 37.28 લાખ માં લૉન્ચ થઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પોતાના ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ અનુભવ આપવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા MG મોટર ઈન્ડિયાએ આજે ગ્લોસ્ટર સેવીની એક નવી સાત-સીટર આવૃત્તિ લૉન્ચ કરી. દેશની પહેલી ઓટોનોમસ (લેવલ 1) પ્રીમિયમ SUV ની શ્રેણીમાં આ ઉમેરો કરીને MG ગ્લોસ્ટર સેવી ટ્રિમની આ નવી આવૃત્તિ ગ્લોસ્ટર રેન્જને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોને MGની ટૉપ-એન્ડ SUV ની વધુ વ્યાપક શ્રેણીમાંથી પસંદગી કરવાની છૂટ આપશે.

રૂ. 37.28 લાખ (એક્સ-શોરૂમ નવી દિલ્હી) કિંમત વાળી આ નવી ગ્લોસ્ટર સેવી સેવન-સીટર (2+3+2) કન્ફિગરેશનમાં આવે છે. તેમાં વિવિધ ડ્રાઇવિંગ મોડ છે જે એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) થી સક્ષમ છે, એક બોર્ગવોર્નર ટ્રાન્સફર કેસ તેની ઑફ-રોડિંગ ક્ષમતાઓને મદદરૂપ થાય છે. તેમાં i-SMART ટેક્નોલૉજી, 64-કલર એમ્બીયન્ટ લાઇટિંગ, થ્રી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પેનોરામિક સનરૂફ, ડ્રાઇવર સીટ મસાજર અને ઘણી બધી અવનવી ફીચર્સ પણ રહેલ છે.

આ લૉન્ચ અંગે વાત કરતાં MG મોટર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું કે, અમારા ગ્રાહકોના આગ્રહ પર અમે 7-સીટર કન્ફિગરેશન વાળી ગ્લોસ્ટર સેવી લૉન્ચ કરી રહ્યા છીએ. હાલની 6-સીટર કન્ફિગરેશન વાળી ગ્લોસ્ટર સેવીમાં આ ઉમેરા સાથે અમે અમારા ગ્રાહકોને તેમની જરૂરિયાત અને પ્રાથમિકતા મુજબ પસંદ કરવાની છૂટ આપી રહ્યા છીએ.”

6-સીટર ગ્લોસ્ટર સેવીની જેમ જ આ સેવન-સીટર MG ગ્લોસ્ટર સેવીમાં 2.0 ટ્વિન ટર્બો ડીઝલ એન્જિન છે, જે 200 PS પાવર અને 480 Nm પીક ટોર્ક પેદા કરે છે.

આ પ્રીમિયમ SUV સાથે એક અનોખુ નવા પ્રકારનું MY MG શીલ્ડ ઓનરશિપ પેકેજ આવે છે, જેણે ગ્રાહકોની આફ્ટર-સેલ્સ જરૂરિયાતો પૂરી કરવા સાથે કારની માલિકીનો અનુભવ બદલી નાખ્યો છે અને તેને વ્યક્તિગત બનાવી દીધો છે. ગ્રાહકોને અતિરિક્ત સેવાઓ કસ્ટમાઈઝ કરવાનો અને મેંટેનન્સ પેકેજને 200+ વિકલ્પો માંથી પસંદ કરવાનો વિકલ્પ આપવાની સાથે MY MG શીલ્ડના સ્ટાન્ડર્ડ 3-3-3 પેકેજમાં ત્રણ વર્ષની / 100,000 કિમીની વોરંટી, ત્રણ વર્ષની રોડસાઇડ સહાય અને ત્રણ લેબર-ફ્રી નિયતકાલિક સેવાઓ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.