દુઃખ જન્મ હૈ, દુઃખ મરણ, જરા વ્યાધિ દુઃખ હોય !

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ધર્મ એ જીવન જીવવાની ઉમદા કળા છે.ધર્મ અને સંપ્રદાયને તેના સ્થાને જ રહેવા દઈને માનવ સુખ શાંતિની જીંદગી જીવી શકે છે અને અન્ય જીવો અને પર્યાવરણ માટે પ્રેરણારૂપ બને છે પરંતુ આપણે જયાં ધર્મ ને સમજવો છે ત્યાં સંપ્રદાય અને સંપ્રદાયની જગ્યાએ ધર્મને આગળ કરીને રાજકીય કાવાદાવામાં દુઃખી અશાંત બની જઈએ છીએ.દેશના અર્થતંત્ર માટે રાજકારણ જરૂર છે પરંતુ જીવન જીવવા માટે ‘ધર્મ’ ની એટલી જ જરૂર છે.સંપ્રદાય એ પણ જીવનનો એક ઉત્તમ ભાગ જ છે તેને અળગો તો ના જ કરી શકાય. નોવેલ કોરોના કોવીડ-૧૯ વાયરસે ધર્મ સંપ્રદાયના અનેક પાઠ ભણાવ્યા.પહેલી બીજી લહેરમાં સગાંવ્હાલાંને દોસ્ત કોઈ ના રહ્યું.અડીખમ ધર્મ જ રહ્યો છે ને એ વાત માણસ સારી રીતે સમજ્યો પરંતુ તેમાંય સ્મશાનીયા વૈરાગ જેવું જ થયું. સોશિયલ અંતર હવે કયાં ? વળી પાછી ત્રીજી લહેરની જાેરદાર ખબર આવી રહી છે આ બધા વચ્ચે પાડોશી રાષ્ટ્ર ચીન કે જ્યાંથી આ નોવેલ કોરોના કોવીડ-૧૯ નો જન્મ થયો હતો તેના આજે બેહાલ થયા છે.છેલ્લા એક હજાર વર્ષમાં ન પડયો હોય તેટલો વરસાદ ચીનની ભૂમિ પર પડીને તબાહી મચાવી રહ્યો છે.બાર લાખ લોકોને આ વરસાદી હવામાનની જાેરદાર અસર થઈ છે.ચીનાઓએ આવી કુદરતી આફત કયારેય જાેઈ નહોતી તો ભારતના કેટલાય પ્રદેશો કાળઝાળ ગરમી-બફારામાં શેકાઈ રહ્યા છે. જમીનમાં પહેરેલું ચોમાસુ બિયારણ, ખાતર, મજૂરી બધું જ એળે જાય તેવી સ્થિતિ છે.ખેડૂતો, પશુપાલકો કાળઝાળ મોંઘવારીમાં ત્રાહીમામ પોકારી ગયા છે ત્યાં આ કારમો દુષ્કાળ, વરસાદ અષાઢના પંદર દિવસ ઉપર પુરા થયા છતાં હજુ કયાંય સંતોષકારક પડયો નથી. ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત માટે તો મેઘમહેર જ આશીર્વાદરૂપ રહે છે પરંતુ આ વર્ષે તો મેઘરાજા રીસામણે બેઠા હોય તેવું લાગે છે. છેલ્લા એક દોઢ વર્ષથી નોવેલ કોરોના કોવીડ-૧૯ ના કારણે વેપાર ધંધા પર માઠી અસર થઈ છે.મૂડીરોકાણ,ભાડાં, વીજ મીટરના ખર્ચાને દરરોજની ઘરના રસોડા, દોડધામ ખરેખર માનવી બે દોઢ વર્ષમાં કંટાળી ગયા છે. શિક્ષણની તો વાતજ શું કરવી ? નાના ભૂલકાંઓના મન મગજમાંથી શાળાની છાપ તો ભૂંસાઈ જ ગઈ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રુડ ઓઈલના ભાવ તળીયે પહોંચ્યા છે ત્યારે આપણા દેશમાં પેટ્રોલ,ડીઝલ, ગેસના ભાવમાં કૃત્રિમ લુંટણખોર ભાવ વધારો ઝિંકવાથી તો અન્ય ચીજવસ્તુઓ સેવાના દામ બેફામ વધ્યા કરે છે. આની સીધી અસર ગરીબ પૈસાદાર ધનિકો કરતાં મધ્યમ વર્ગને બહુ માઠી થઈ રહી છે.સામુહિક કે એકલ દોકલ આત્મહત્યાના કેસો વધ્યા છે. ‘યે પબ્લીક હૈ સબ જાનતી હૈ’ લેકીન ‘મૌન’ હૈ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજના સમયે નેપોલીયનના શબ્દો બહુ સાર્થક લાગે છે કે જે રાજકારણી વધુમાં વધુ જુઠુ બોલી શકે ને પોતાનાએ જુઠાણાનો કયાંય સ્વીકાર ન કરે એ જ શ્રેષ્ઠ રાજકારણી કહેવાય.વાચક મીત્રો આજે દેશની સ્થિતિ કેવી નિર્માણ થઈ છે એ આપ સૌ જાણો જ છો તે વિશે હું કંઈ વિસ્તૃત કહેવાની જરૂર નથી. કારણ કે આ દિવ્યજયોતની નાનકડી ચિંતન ચીનગારી મારા તમારા હૃદયની છેવટે વેદના જન વ્યકત કરે છે.તેનાથી વિશેષ શું ? આપણે કંઈ પુસ્તકાલયો કે કબાટમાં ભાર જતી પુસ્તીકાના સ્વરૂપે અને અહીં પ્રગટ નથી કરવી એ તો ઘડીભર તમારા મારા હૃદયના ભારને હળવો કરે.રાત્રે નિરાંતની ઉંઘ આવે બસ આજ સફળતા છે ને ચિંતન રત્નકણીકાની તમને ગમે છે તેનું કારણ પણ આજ હોઈ શકે તેવું હું હૃદયથી માનું છું.ખરા બપોરે કે સાંજના પહોરે કયારેય મોબાઈલની રીંગટોન વાગ્યા પછી ફોન રીસીવ થાય ને સામેથી અવાજ હૃદયથી આવે કે આજની ચિંતન રત્નકણીકા બહુ સરસ હતી.બસ આજ આપણું મહેનતાણું એવોર્ડ અને મોટું પુસ્તક પ્રકાશન લાંબી વાતચીત પછી સામેથી એક જ હળવાશ મળેે.આપણે જ હળવા થયા ને ? કુદરતે કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વીલોક પર જીવને હળવા થવાની કડી બનાવી જ રાખી છે ને તે કયાં જાેડાઈને સાંકળ બને છે તે કડી આધારીત જ છે. વાચકમિત્રો ગુરુપૂર્ણિમાની ઉજવણી ‘શિક્ષણધામો’ ના લોકડાઉન વચ્ચે કઈ ભુલકાંનું શું ?આ અસરની ભયાનકતા બે પાંચ વર્ષ પછી પણ થાય આગળની પંક્તિ તમે જ પૂરી કરજાે ને શિક્ષણની સ્થિતિ જાેઈને ? અસ્તુ..
યશપાલસિંહ ટી.વાઘેલા (થરા)મો.૯૪ર૮૬૭૮૬૯૯


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.