છાપીમાં હોમગાર્ડ જવાનની તબિયત લથડતાં આઈસીયુમાં દાખલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના છાપી હોમગાર્ડ સબ યુનિટમાં ફરજ બજાવતાં કર્મીને મંગળવાર સાંજે અચાનક ગભરામણ સાથે ચક્કર આવતાં અને લોહીની ઉલ્ટીઓ થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
દેશમાં છેલ્લાં ચાલીસ દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે. દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે ફ્રન્ટ લાઇન બની મેડિકલ સ્ટાફ, ડોક્ટરો પોલીસકર્મીઓ સતત ચોવીસ કલાક નિષ્ઠા પૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે વડગામ તાલુકાના છાપી ખાતે હોમગાર્ડ સબયુનિટમાં ફરજ બજાવતાં કલ્પેશ ડી. પરમાર સતત ૪૨ ડીગ્રી ગરમીમાં બુધવારે આખો દિવસ દરમિયાન ફરજ બજાવતાં હતા. દરમિયાન સાંજે સાત વાગ્યા આસપાસ અચાનક ગભરામણ થતાં વતન નાંદોત્રા જવા નીકળ્યા હતા. જોકે તબિયત વધુ લથડતાં ચક્કર આવતા લોહીની ઉલ્ટીઓ થતાં તાત્કાલિક ૧૦૮ માં સારવાર અર્થે વડગામ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તબિયત નાજુક જણાતાં ફરજ પરના તબીબે પાલનપુર વધુ સારવાર અર્થે લઈ જવા જણાવતાં પાલનપુર સ્વસ્તિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં કોરોના વોરિયર્સની તબિયત સ્થિર હોવાનું છાપી હોમગાર્ડ સબ યુનિટના કમાન્ડર હર્ષદભાઈ બારોટ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.