ડીસામાં કોરોના વાઇરસનો ચેપ ફેલાવનાર આઠ સામે ફરિયાદ

બનાસકાંઠા
CORONA
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને ઘૂંટણિયે પાડી દીધું છે. બેકાબુ બનેલા કોરોનાના કેસોનો ગુજરાતમાં પણ રોજ બરોજ વધારો થઈ રહ્યો છે. કોરોના વાઇરસની કોઈ જ વેક્સિન આજદિન સુધી શોધાઇ નથી, સોસીયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝેશન અને માસ્ક દ્વારા તેનાથી મહદઅંશે બચાવ થાય છે તેમ છતાં લોકો દ્વારા આ ગંભીર બીમારી સામે સાવચેતી રાખવામાં આવતી નથી. પરિણામે રાજ્યમાં તેના સંક્રમણનું પ્રમાણ વિશેષ છે. તેમાંય હાલમાં બનાસકાંઠાના ડીસામાં સ્થિતિ વિકટ બની છે. માત્ર ચારેક દિવસમાં ૪ જેટલા કેસ સામે આવતા સમગ્ર ડીસામાં ભયજનક સ્થિતિ નિર્માણ થવા પામી છે. જોકે ડીસામાં અમદાવાદથી આવેલ એક જ પરિવારના લોકો દ્વારા જાહેરનામાંનો ભંગ કરી બિન અધિકૃત રીતે ડીસા ખાતે આવી ચેપ લગાવવાનું કૃત્ય કરવા મામલે ડીસા નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઉત્તર પોલીસ મથકે આઠ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જેમાં અમદાવાદના હોટ સ્પોટ વિસ્તારમાંથી આવેલા લોકો વિરુદ્ધ ઉત્તર પોલીસે કોરોના મહામારીમાં લોકડાઉનનો ભંગ કરી આંતર જિલ્લાની હદ ક્રોસ કરી ઇરાદાપૂર્વક ચેપ લગાડવાનું કૃત્ય કરવા મામલે કલમ ૫૧(બી) ૧૮૮,૨૬૯ , મુજબ ગુનો નોંધી સમગ્ર બાબતની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે. ડીસા વાસીઓ છેલ્લા ૪૫ દિવસથી લોકડાઉનના નિયમનું ચુસ્ત પાલન કરતા હોઇ આજ દિન સુધી આ મહામારીએ ડીસામાં દસ્તક દીધી ન હતી. પરંતુ ઘોર બેદરકારી દાખવનાર એક જ પરિવાર દ્વારા સમગ્ર ડીસા ને જોખમ મૂકી દીધું છે. ડીસાવાસીઓમાં પણ આ બાબતને લઈ ભારે ગુસ્સા સાથે નારાજગી ફેલાઈ છે. સમગ્ર ડીસા તાલુકાની સાતેક લાખ ની માનવ વસ્તીમાં કોરોના વાઇરસ ફેલાવાનું કૃત્ય કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવો ઉગ્ર જનમત સમગ્ર ડીસામાં જોવા મળી રહ્યો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.