આતંકીઓના જનાઝામાં ગન સેલ્યુટ આપનારો રિયાઝ નાયકૂ ઠાર મરાયો, તેના માટે ૧૨ લાખ રૂપિયાનું ઈનામ હતું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રખેવાળ, શ્રીનગર

કાશ્મીરમાં આતંકવાદના ટોર કમાંડર રિયાઝ નાયકૂને સુરક્ષાબળોએ બુધવારે ઠાર માર્યો છે. પુલવામામાં નાયકૂના ગામ બેઘપોરામાં એક એન્કાઉન્ટર દરમિયાન નાયકૂ ઠાર થયો હતો. મંગળવારે તેના ઘરની બહાર ઘેરાબંધી કરાઈ હતી, જ્યાં નાયકૂના છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. જો કે, શરૂઆતમાં ઘેરાબંધી કરવા પર કોઈ પણ પ્રકારનું ફાયરિંગ નહોતું કરાયું. તેમ છતા સુરક્ષા બળોએ ઘેરાબંધી હટાવી ન હતી અને ઓપરેશન આખો દિવસ ચાલ્યું હતું.

બુધવારે સવારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. નાયકૂ પહેલા ઘરની છત પર બનેલા એક ઠેકાણે સંતાયો હતો. પછી તે સુરક્ષાબળો પર ફાયરિંગ કરતો કરતો નીચે ઉતર્યો હતો.કાશ્મીરના આતંકવાદ વિરુદ્ધ અભિયાન પર આવી સારી એવી અસર થશે. રિયાઝ નાયકૂ કાશ્મીરમાં સૌથી વધારે સમય સુધી સક્રિય રહેનારો આતંકી હતો. તે હિઝબુલ મુઝાહિદ્દીન માટે કામ કરતો હતો. તેને મોસ્ટ વોન્ટેડ આતંકીઓની છ++ કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. તેની પર ૧૨ લાખ રૂપિયાનું ઈનામ પણ હતું.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા છે. જિલ્લાના શરસાલી ગામમાં પહેલો આતંકી સવારે અને બીજો આતંકી બપોરે ઠાર મરાયો છે. આતંકી કયા જૂથનો છે તેની હાલ કોઈ ભાળ મળી નથી. સાથે જ સેનાએ ૨ વર્ષમાં મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હિઝબુલ આતંકી રિયાઝને અવંતીપોરમાં ઘેરી લીધો છે. તેની સાથે અન્ય આતંકીઓ પણ ફસાયા છે. અધિકારીઓએ બુધવારે સવારે જણાવ્યું કે,પુલવામા જિલ્લામાં મંગળવાર રાતથી જ બે ઓપરેશન ચલાવાઈ રહ્યા છે. સુરક્ષાબળોના વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી રિયાઝ નાયકૂ સંતાયો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ તેને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. નાયકૂ પણ ઠાર મરાયો છે.

રિયાઝ કાશ્મીરમાં હિઝબુલ કમાંડર છે અને પુલવામાનો રહેવાસી છે. સબ્જાર બટના એન્કાઉન્ટર બાદ તે હિઝબુલ કમાંડર બન્યો હતો. તે ટેક્નોલોજીનો જાણકાર છે. ૨૦૧૮માં સેનાએ ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ બનાવ્યું હતું. જેમાં રિયાઝને સામેલ કરવામાં આવ્યો હતો. તેના માથે ૧૨ લાખ રૂપિયાનું ઈનામ છે.

આતંકી રિયાઝ અને તેના બે સાથીઓને અવંતીપોરાના બેગપુરા ગુલ્જાપોર વિસ્તારમાં ઘેરવામાં આવ્યા હતા. અહીંયા નાયકૂ પણ સક્રિય રહેતો હતો. હાલ અથડામણ ચાલી રહી છે. પોલીસે મીડિયાને જણાવ્યું કે, આ સર્ચ ઓપરેશન વિશે અટકળો ન લગાવશો. આવું કરવાથી કાયદા વ્યવસ્થા સાથે સંકળાયેલી સમસ્યા ઊભી થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.