શાર્પે ન્યૂ એમએફપીની સાથે પોતાની એ4 કલર લાઇન-અપનો વિસ્તાર કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

શાર્પ કોર્પોરેશન, જાપાનની પૂર્ણ માલિકી ધરાવતી ભારતીય સહાયક કંપની શાર્પ બિઝનેસ સિસ્ટમ્સ (ઈન્ડિયા) પ્રા.લિ.એ આજે બજારમાં ઉપલબ્ધ પોતાના એ4 કલર લાઇન-અપના ભાગ રૂપે એક નવું કોમ્પેક્ટ કલર મલ્ટિફંક્શન પ્રિંટર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવું એ4 એમએફપી ‘MX-C357F’ અનેક પ્રોડક્ટિવિટી ફંક્શન્સ, બેસ્ટ ઇન ક્લાસ સિક્યોરિટી એન્હાંસમેન્ટ અને એક સહજ યૂઝર ઇંટરફેસ પ્રદાન કરે છે, જે નવા યુગના વર્ક એન્વાર્યમેન્ટ માટે જરૂરી પ્રોડક્ટિવિટી, પરર્ફોમેંસ અને રિલાયબિલિટી પુરી પાડે છે.
એડવાંસ પરર્ફોમંસ અને સિક્યોરિટી ફિચર્સની રેંજની સાથે હાઈ સ્પીડ અને એફોર્ડેબલ 4 ઇન 1 એમએફપી ‘MX-C357F’ને વિશેષ રૂપથી ગ્રાહકો માટે પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતામાં સુધાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં સ્પેસ એક પ્રીમિયમ છે. ન્યૂ એ4 એમએફપી, 43 ઈંચ ટચ પેનલ અને સરળ યૂઆઈ મોડની સાથે સમય બચાવવાના કાર્યોની રેંજ ઉપલબ્ધ કરાવે છે. નવું ‘MX-C357F’ 33 પીપીએમની પ્રિંટ સ્પીડ, 50 શીટ્સ રિવર્સ સિંગલ પાસ ફીડર (આરએસપીએફ), ટ્રુ 1200X1200 ડીપીઆઈ, 2 જીબી રેમ, ડુપ્લેક્સ, નેટવર્ક, એર પ્રિંટ કેપેબિલિટીની સાથે આવે છે. એનર્જી મેનેજમેંટ, એક્ટિવ અને સ્લીપ બન્ને મૉડમાં વીજળીની ખપતને ઘટાડે છે. સાથે જ પર્યાવરણીય જવાબદારીની સાથેસાથે ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. તો 424X421 એમએમ કોમ્પેક્ટ ફુટ પ્રિંટ ડિપ્લોયમેન્ટ ઓપ્શંસની વર્સેટાઇલ રેંજ રજૂ કરે છે, જે તમામ કદના બિઝનેસની જરૂરિયાતોને અનુરૂપ છે.
નવા લોંચ વિશે શાર્પ બિઝનેસ સિસ્ટમ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શિંજી મિનાતોગાવાએ જણાવ્યું કે કોવિડ-19 મહામારીએ ઑફિસ ઑટોમેશન ઇન્ડસ્ટ્રીના દ્રશ્યને બદલી નાંખ્યું છે અને નવી હાયબ્રિડ વર્ક મૉડલ્સ રજૂ કર્યાં છે. વર્તમાનમાં બિઝનેસિસ ઝડપથી આ નવી વાસ્તવિકતાઓ માટે પોતાને ઢાળી રહ્યાં છે, જે સ્પેસની બચત અને વ્યાજબી કલર એમએફપીએસની માંગથી પ્રતિબિંબિત થાય છે. શાર્પ શ્રેષ્ઠત્તમ વ્યવસાય માટે તમામ કદના બિઝનેસિસની પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતામાં સુધારા માટે હાઈ સ્પીડ અને ઉપયોગમાં સરળ કાર્યત્મકતા પુરી પાડવા માટે કટિબદ્ધ છે.
MX-C357Fની શરૂઆતની સાથે શાર્પે કલર એ4 અને એ3 સંયોજનોની એક મજબૂત લાઇન-અપ બનાવી છે, જેનાથી ગ્રાહકોની જરૂરિયાતોમાં વાસ્તવિક અંતર આવી ગયો છે. MX-C357Fની એમઆરપી રૂ.1,01,478 છે અને આ પ્રત્યક્ષ વેચાણ અને ઓથોરાઇઝ્ડ પાર્ટનર્સના માધ્યમથી ખરીદી માટે ઉપલબ્ધ છે.
નવા એમએફપી એસએમઈ, ફ્રંટ ડેસ્ક, બીએસએસઆઈ, એનબીએફસી, હોસ્પિટલ્સ, પેથોલોજી લેબ્સ, વર્ક ગ્રુપ પ્રિંટર્સ, રિટેલ, વર્ક ફ્રોમ હોમ અને મેન્યુફેક્ચરિંગ સેગમેંટની વધતી વ્યાવસાય અને કાર્યાત્મક જરૂરિયાતોને પૂરી કરવા માટે સૌથી યોગ્ય છે. MX-C357F એ4 અને એ3 એમએફપી અને મેનેજ્ડ પ્રિંટ સર્વિસ જરૂરિયાતોના સંયોજન સાથે સારૂં કામ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.