હિરો મોટોકોર્પ ઉન્નત ગ્લેમર ક્વોશન્ટ સાથે બીજા ક્વાર્ટરમાં સવારી કરે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ગ્લેમર ‘XTEC’ મોટરસાયકલની રજૂઆત
નાણાંકીય વર્ષ 21-22ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં દશ લાખ કરતા પણ વધુ મોટરસાયકલ્સ અને સ્કુટર્સનું વેચાણ કરેલ હિરો મોટોકોર્પે તેની લોકપ્રિય મોટરસાયકલ ગ્લેમરના ‘Xtec’ અવતારના લોન્ચ સાથે બીજા કવાર્ટર (જુલાઇ-સપ્ટેમ્બર)નો પ્રારંભ કર્યો છે.

આજના યુવાનોની વિકસિત રુચિ અને પસંદગીઓની અભિવ્યક્તિ કરતા ગ્લેમર Xtecએ સ્ટાઇલ, સુરક્ષા અને કનેક્ટિવીટીનું મિશ્રણ છે. ફર્સ્ટ ઇન સગેમેન્ટમાં બ્લ્યૂટૂથ કનેક્ટિવીટી, ટર્ન બાય ટર્ન નેવિગેશન, ઇન્ટીગ્રેટેડ યુએસબી ચાર્જર સાથે સાઇડ-સ્ટેન્ડ એન્જિન કટ ઓફ, બેન્ક એંગલ સેન્સર અને લેઇડી હેડલેમ્પનું મિશ્રણ એવી નવી મોટરસાયકલ આ સેગમેન્ટમાં રહેલા અન્ય વ્હિકલ કરતા થોડી ઉપર છે.

દેશમાં હિરો મોટોકોર્પ કસ્ટમર ટચ પોઇન્ટ્સમાં આકર્ષક નવા કલર વિકલ્પોમાં ઉપલબ્ધ ગ્લેમર Xtecની કિંમત રૂ. 78,900/- (ડ્રમ વેરિયાંટ)* અને રૂ. 83,500/- (ડીસ્ક વેરિયાંટ)* છે.
*(એક્સ-શોરૂમ દિલ્હી).

હિરો મોટોકોર્પના સ્ટ્રેટેજી અને ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનીંગના વડા માલો લે મસૂને જણાવ્યું હતુ કે, “નવી ગ્લેમર Xtecઆ સેગમેન્ટમાં ‘X’ ફેક્ટર લાવે છે, જેમાં બ્લ્યૂટૂથ કનેક્ટિવીટી દ્વારા એલઇડી હેડલેમ્પ અને ટર્ન બાય ટર્ન નેવિગેશન જેવા સેમગમેન્ટમાં સૌપ્રથમ ફીચર્સ ધરાવે છે. યુવાને આકર્ષિત કરતા અનેક ફીચર્સનું તે સંયોજન ધરાવે છે. ગ્લેમરXtecગ્રાહકોની ટેકનોલોજી, સ્ટાઇલ અને સુરક્ષાને માગને અને વધુ પોષણક્ષમ કિંમતને સંતોષે છે.”

હિરો મોટોકોર્પના વેચાણ અને આફ્ટર સેલ્સના વડા નવીન ચૌહાણે જણાવ્યું હતુ કે,“2005માં લોન્ચ કરી ત્યારથી ગ્લેમર ટ્રેન્ડ સેટર બની છે. તેના Xtec અવતારમા પણ ગ્લેમર અસંખ્ય નવા ફીચર્સ સાથે બ્રાન્ડના વારસા પર ઊભી છે જે 125 સીસી સેગમેન્ટને પુનઃનિર્ધારિત કરશે. ગ્લેમર Xtec દેશભરમાં યુવાનોની આશાને પરિપૂર્ણ કરશે તેવો અમને આત્મવિશ્વાસ છે.”

ગ્લેમર Xtec

કનેક્ટિવીટી
ફંકશનાલિટી અને રાઇટીંગ સાનુકૂળતા ઉપરાંત ગ્લેમર Xtec સેગમેન્ટમાં સૌપ્રથમ વખત ‘ઇન્ટીગ્રેટેડ યુએસબી ચાર્જીંગ, કોલ અને એસએમએસ એલર્ટ સાથે બ્લૂટૂથ કનેક્ટિવીટી અને ગૂગલ મેપ કનેક્ટિવીટી સાથે ટર્ન-બાય ટર્ન નેવિગેશન આપે છે. ઉચ્ચ સ્તરના ક્લસ્ટરમાં ગિયર પોઝીશન ઇન્ડિકેટર, ઇકો મોડ, ટેક્નોમીટર અને રિયલ ટાઇમ માઇલેજ ઇન્ડિકેટર (RTMi)નો સમાવેશ કરે છે.

સુરક્ષા
સવારી કરનાર અને પાછલ બેસનારની મહત્તમ સુરક્ષાની ખાતરી કતા મોટરસાયકલ સાઇડ-સ્ટેન્ડ વિઝ્યૂઅલ ઇન્ડિકેશન અને સેગમેન્ટમાં પ્રથમ વખત ‘સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ’ ધરાવે છે. ગ્લેમર Xtecમાં બેન્ક એન્ગલ સેન્સરનો સમાવેશ થાય છે જે પડી જવાના કિસ્સામાં એન્જિનને કટ-ઓફ કરી દે છે. પાછળના 5 સ્ટેપ એડજસ્ટેબલ હાઇડ્રોલિક શોક એબ્સોર્બર સસ્પેન્શન, ફ્રંટ 240એમએમ ડિસ્ક બ્રેક્સ, પહોળા પાછળના ટાયર અને 180 એમએમનુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ વિશ્વસનીયતા અને આખો દિવસ સવારીમાં સાનુકૂળતા સાથે માર્ગ પરની ખરેખર હાજરી પ્રદાન કરે છે.

સ્ટાઇલ
નવી ગ્લેમર Xtec સ્ટાઇલના ભાગને મહત્ત્વાકાંક્ષી યુવાનો માટે વધુ ઉન્નત બનાવે છે જેમાં એલઇડી હેડલેમપ અને H-સિગ્નેચર પોઝીશન લેમ્પ સાથે સેગમેન્ટમાં શ્રેષ્ઠ બ્રાઇટનેસ (34% વધુ હેડલાઇટ તીવ્રતા) ધરાવે છે. 3D બ્રાન્ડીંગ, રીમ ટેપ્સ અને નવા મેટ કલર માટે બ્લ્યૂ એસેન્ટ્સ એકંદરે આકર્ષણમાં વધારો કરે છે

એન્જિન
નવી ગ્લેમર Xtec 125cc BS-VI એન્જિન સાથે XSensપ્રોગ્રામ્ડ ફ્યૂઅલ ઇન્જેક્શનથી સજ્જ છે અને 7% વધુ ફ્યૂઅલ કાર્યક્ષમ છે. એન્જિન 10.7 BHP @ 7500 RPMનો પાવર આઉટપુટ 10.6 Nm @ 6000 RPMનો ટોર્ક આપે છે. હિરો મોટોકોર્પની ક્રાંતિકારી i3S (આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ)નો ઓટો સેઇલ ટેકનોલોજી સાથે સમાવેશ કરતી ગ્લેમર Xtecપર્ફોમન્સ અને આરામદાયક બ્રાન્ડનું વચન આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.