વાવ તાલુકાના રર ગામોમાં પાણી પૂરવઠો બંધ થતાં હલ્લા બોલ…

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : એક તરફ થી કોરોનાનો કરફ્યુ બીજી તરફ વાવ પંથકમાં વરસાદી આફત અને ત્રીજી તરફ નર્મદા કેનાલોમાંથી નીર અદ્રશ્ય થઈ ગયા છે. ત્યારે વાવના રાછેણા ગામના યુવા સરપંચ કિરણસિંહ રાજપૂતે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે વાવ પંથકમાં ગત રોજ વરસાદ અને વીજ વાવાઝોડાથી વીજ થાંભલાઓ પડી જતાં આ પંથકના રર ગામો જેવાકે રાછેણા, લોદ્રાણી, નાળોદર, ગોલગામ, જાડીયા, ભાખરી-પ્રતાપપુરા સંપ્રેડા જેવા ગામોમાં છેલ્લા ર૪ કલાક થી પા.પૂરવઠા બંધ થઈ ગયો છે. એક તરફ નર્મદા કેનાલનું પાણી બંધ થઈ જતાં પાણીની અછત તો હતી જ બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાવ તાલુકાના રર ગામોમાં એકી સાથે પાણીનો જથ્થો બંધ થઈ જતાં હલ્લા બોલ થઈ ગયો છે. સત્વરે વીજ તંત્ર અને પા.પૂરવઠા તંત્ર આ રર ગામોમાં યુધ્ધના ધોરણે વીજ થાંભલા શરૂ કરાવી પાણીનો જથ્થો ફાળવે તેવી માંગ છે. પાણીના અભાવે ૪પ ડીગ્રી ગરમીમાં પશુધન પાણી વિના વલખા મારી રહ્યા હોવાની રર ગામના લોકોની રાડ ફરિયાદો ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.