સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના નવા બે કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંર્ક્મણના નવા બે કેસ સામે આવતા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા સઘન તપાસનો દોર ચાલુ થયો. હિંમતનગરના આગિયોલની ૩૨ વર્ષિય મહિલા અને તલોદ તાલુકાના મોઢુકાના ૪૬ વર્ષિય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો. જ્યારે પ્રાંતિજ તાલુકાના સાંપડના ૩૦ વર્ષિય યુવાન લાલાભાઇ રાવળનો ફરી કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેઓનુ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે દુઃખદ અવસાન થયું હતું.
સાંપડના લાલાભાઇને હદયની બિમારી હતી. તેઓને તા. ૧ મેના રોજ કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ અમદાવાદ હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. પરંતુ તેમને હદય અને ફેફસામાં બિમારીને કારણે તકલીફ થતાં સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. તેમનુ ફરી સેમ્પલ લેતાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો સાથે તેમને હદય અને ફેફસાની બીમારી હતી. કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે ૩૦ અને જનતા હોસ્પિટલ-પાજેને કારણે હિંમતનગર હોસ્પિટલ ખાતે લાલાભાઇનું દુઃખદ અવસાન થયુ હતું. આ સાથે હિંમતનગરના આગીયોલ ગામની ૩૨ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. તલોદ તાલુકામાંના મોઢુકા ગામના ૪૬ વર્ષિય યુવાનને છાતીમાં દુઃખાવો હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનુ કોરોનાનુ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો કોવિડ-૧૯ રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. આમ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના બે દર્દી નોંધાયા તેમજ કોરોના એક દર્દીનુ દુઃખદ અવસાન થયું છે. આમ જિલ્લામાં આજ દિન સુધી કોરોનાના ૫ કેસ નોંધાયા હતા.
Tags sabarkantha