લદ્દાખમાં ચીનનો સામનો કરવા સેનાએ આતંકવાદીઓ સામે લડી રહેલા યુનિટો ગોઠવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનની સેનાની તૈયારીને જોતા ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ વિસ્તારમાં નવેસરથી 15 હજાર સૈનિકો ગોઠવ્યા છે. ખાસ વાત એ છે કે આ સૈનિક જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં ભાગ લઈ રહ્યા હતા. કાઉન્ટર ટેરિઝમ ડિવીઝને આ જવાનોને છેલ્લા કેટલાક મહિનામાં ગોઠવ્યા છે. તેઓ લેહમાં રહેલી 14 કોર્પ્સને મદદ કરી રહ્યા છે.

સરકારી સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું હતું કે આ અગાઉ ચીન આ વિસ્તારોમાં આક્રમકતા દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેનો સામનો કરવા માટે લગભગ 15,000 સૈનિકોની ડિવીઝન આતંકવાદ વિરોધી અભિયાનથી હટાવી લદ્દાખ વિસ્તારમાં મોકલવામાં આવી છે.

સૈનિકોના નવા ડિવીઝનને ગોઠવવાથી ઉત્તર દિશાની સીમા પર સેનાને તેની સ્થિતિ વધુ મજબૂત કરવામાં મદદ મળી છે. તેના આવવાથી સેના પોતાના યુનિટ્સને રિઝર્વ રાખી શકે છે. સુગાર સેક્ટરમાં ગોઠવવામાં આવેલા સેનાના રિઝર્વ યુનિટ્સને પહાડી વિસ્તારમાં યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે. આ માટે પ્રત્યેક વર્ષ લદ્દાખના ખૂબ જ ઠંડા વિસ્તારોમાં વોર એક્સરસાઈઝ યોજવામાં આવે છે.

ગયા વર્ષથી ચીનની સાથે ચાલી રહેલા તણાવ બાદથી સેનાની રિઝર્વ યુનિટ LAC પર ફોર્વર્ડ પોઝિશન પર ગોઠવવામાં આવી છે. ભારતે ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટરમાં લગભગ 50,000 સૈનિકો ગોઠવવામાં આવ્યા છે. તેને લીધે સૈનિકોની સંખ્યા ગયા વર્ષની તુલનામાં બમણી થઈ ગઈ છે. વર્ષ 1962ના યુદ્ધ બાદ પ્રથમ વખત LAC પર ભારતીય સૈનિકોની સંખ્યા 2 લાખ જેટલી થઈ ગઈ છે. અહીં ચીન તરફથી પણ એટલી જ સંખ્યામાં સૈનિકો રહેલા છે.

ચીનની સેનાની એક્ટિવિટીને જોતા લેહમાં 14 કોર્પ્સ પાસે હવે બે ડિવીઝન છે. તે કારુંની 3 ડિવીઝન સાથે ચીન સીમા પર નજર રાખે છે. કુલ વધારાના લશ્કરી યુનિટો પણ આ વિસ્તારમાં ગોઠવવામાં આવ્યા છે. જ્યાં ગયા વર્ષની તુલનામાં વધારે સૈન્ય જમાવટ છે. ​​​​​​​

ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં ચીનના ઈસ્ટર્ન લદ્દાખની સામેના વિસ્તારોમાં સૈન્ય અભ્યાસના બહાને સૈનિકોની જમાવટ જોવા મળી હતી. ત્યારબાદ અનેક જગ્યા પર ઘૂસણખોરીની ઘટના બની હતી. ભારત સરકારે ચીનને જવાબ આપવા માટે આ વિસ્તારોમાં લગભગ એટલી જ સંખ્યામાં સૈનિકો ગોઠવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 4 દાયકાથી વધારે સમય બદ LAC પર ફાયરિંગ થયું હતું.

આ સમયમાં 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં ચીનની સેના સાથે થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ત્યારબાદથી ભારતીય સેના LAC પર હાઈએલર્ટ પર છે અને પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. જોકે, પેંગોંગ સરોવરના બન્ને કિનારેથી સૈનિકો પરત ફર્યા છે, પણ તણાવની સ્થિતિ યથાવત છે. ગોગરા હાઈટ્સ-હોટ સ્પિંગ્સ એરિયામાં તણાવવાળી જગ્યાથી બન્ને દેશ પીછેહઠ કરવા તૈયાર નથી.

ચીન પૂર્વી લદ્દાખ નજીક ઝીજિયાંગ પ્રાંતના શાક્ચે શહેરમાં લડાકુ વિમાનોનો નવો બેઝ તૈયાર કરી રહ્યું ચે. આ નિર્માણ ભારતના કાશગર અને હોગનના વર્તમાન ફાઈટર એરબેઝને ટાર્ગેટ કરી તૈયાર કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાક્ચેમાં અગાઉથી એરબેઝ તૈયાર હતો, પણ ચીન તેને હવે પોતાના ફાઈટર પ્લેન પ્રમાણે તૈયાર કરી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.