જમાતમાં ગયેલા થરાદના યુવકના મહારાષ્ટ્રમાં મોતથી અરેરાટી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ
ગત ૧ ફ્રેબ્રુઆરીના રોજ થરાદના બાર યુવકો મહારાષ્ટ્ર જમાતમાં ગયા હતા. જેઓ ચાળીસ દિવસ બાદ ૨૩ માર્ચના રોજ પરત ફરવાના હતા. જેમનું પાલનપુર સુધીનું ટ્રેનનું રિજર્વેશન પણ હતું. પરંતુ એજ દિવસે લોકડાઉન થવાના કારણે તેઓ ફસાઇ જતાં ત્યાં જ રોકાઇ ગયા હતા. જે પૈકીનો થરાદમાં રેડીયોની દુકાન ધરાવતો હાજી ઇરફાનભાઈ હાજી શેરમહંમદભાઈ અઠવાડીયા પહેલાં બિમાર પડ્‌યો હતો. તેને પીળીયો થવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે હોસ્પીટલો બંધ હોવાના કારણે તેને સમયસર સારવાર મળી શકી ન હતી. અને બિમારી વધતાં પિળીયામાંથી કમળો અને કમળી થવા પામી હતી. આથી કોરોનાની ગંભીરતાને પગલે શનિવારે મહારાષ્ટ્રની આકોલા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના સેંપલ લઇને રિપોર્ટ માટે મોકલાયો હતો. બીજી બાજુ સારવાર દરમ્યાન જ તેનું મોત નિપજ્યું હતું. જો કે તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.તંત્ર દ્વારા સાથે રહેલા અન્ય અગિયાર યુવકોના કોરોના રિપોર્ટ કરાવાતાં તે પણ નેગેટીવ આવ્યા હતા. બીજી બાજુ ત્રીજા તબક્કાના લોકડાઉનના કારણે મૃતકનો નશ્વરદેહ થરાદ લાવી ન શકાતાં મહારાષ્ટ્રના સંગ્રામપુર જીલ્લાની આલાવાડી મસ્જીદના કબ્રસ્તાનમાં દફનવિધી કરવામાં આવી હતી. આ બનાવને લઇને થરાદમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. લોકડાઉનના કારણે ફસાયેલા યુવકોના પરિવારજનોએ તમામને પરત લઇ આવવા માટે થરાદના નાયબ કલેક્ટરને અરજી પણ કરી હોવાનું પરિવારના સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
જો કે તેઓ આવી શક્યા ન હતા. હવે સરકારે અવરજવરનાં નિયંત્રણો હળવા કરતાં બાકીના યુવકોને લાવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.