બનાસકાંઠામાં ૫૦ સેમ્પલ નેગેટિવ આવતાં હાશકારો
રખેવાળ ન્યુઝ પાલનપુર
સરહદી બનાસકાંઠા જિલ્લામાં શનિવારે સાંજે પાલનપુર તાલુકાના વાસણી ગામે એક જ પરિવારના ૫ સભ્યો, ગઢ ગામે એક અને કાંકરેજ તાલુકાના વડા ગામના એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ત્વરિત સર્વે હાથ ધરવાની તજવીજ સાથે પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધી તેમના સેમ્પલ લેવાયા હતા. જેમાં ૫૦ સેમ્પલ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે ૩૫ સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકાના વાસણી ગામના યુવકનો અમદાવાદ ખાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવક વાસણી ગામે તેના પરિવારજનોને અગાઉ મળી ગયો હોઈ બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે કરાયું હતું. તેમજ યુવકના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિતના વ્યક્તિઓને