ટેક્નો કેમોન 17 સિરીઝે 48 એમપી સેલ્ફી અને 64 એમપી ક્વાડ રિયર કેમેરા સાથે સ્માર્ટફોન વિડિયોગ્રાફીને નવા પ્રકારે રજૂ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નોએ પોતાના લોકપ્રિય કેમેરા-કેન્દ્રિત કેમોન સિરીઝની બે નવી પ્રોડક્ટ્સ – ટેક્નો કેમોન 17 પ્રો અને ટેક્નો કેમોન 17ની જાહેરાત કરીને પોતાના સેગમેન્ટ ફર્સ્ટની ખાતરીને ફરીથી મજબૂત કરી છે. કેમોન સિરીઝના સ્માર્ટફોન આ સેગમેન્ટને વ્યાખ્યાયિત કરતા હાઇ કેમેરા પિક્સલ, ટીએઆઇવીઓએસ ટેક્નોલોજીના અલ્ટ્રા નાઇટ લેન્સ, પોપ-અપ સેલ્ફી કેમેરા, ઓટો આઇ ફોકસ જેવાં બેજોડ ફીચર્સ માટે ઓળખાય છે અને હવે કેમોન 17 પ્રો સર્વશ્રેષ્ઠ સેલ્ફી અને વિડિયોગ્રાફીનો અનુભવ પ્રદાન કરવાની ખાતરી આપે છે.

ટેક્નો કેમોન 17 સિરીઝની રજૂઆત મીડ-રેન્જ સ્માર્ટફોન ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ક્ષમતાઓને નવી ઉંચાઇએ લઇ જશે. બંન્ને સ્માર્ટફોનમાં આ સેગમેન્ટના ઘણાં પ્રથમ ઇનોવેશન્સ ઉપલબ્ધ છે, રૂ. 17 હજારથી ઓછી કિંમતના સેગમેન્ટમાં 48 એમપી સ્માર્ટ સેલ્ફી, 64 એમપી ક્વાડ રિયર કેમેરા અને હેલિયો જી95 પ્રોસેસર રજૂ કરતાં ટેક્નો કેમોન 17 પ્રો સૌપ્રથમ સ્માર્ટફોન બન્યો છે. આ ઉપરાંત એકદમ નવો કેમોન 17 રૂ. 13 હજારથી નીચેની કિંમતના સેગમેન્ટમાં 16 એમપી ડોટ-ઇન સેલ્ફી કેમેરા, 64 એમપી ક્વાડ કેમેરા, 18 વોની સાથે 5000 એમએએચ બેટરી તથા 90 એચઝેડ રિફ્રેશ રેટની સાથે 6.8 ઇંચ એફએચડી પ્લસ ડોટ-ઇન ડિસ્પ્લે રજૂ કરનાર પ્રથમ સ્માર્ટફોન બન્યો છે.

આ સાથે બંન્ને સ્માર્ટફોન તેના ટીએઆઇવીઓએસ એઆઇ ચીપ દ્વારા પાવર કરાયેલા સુપર નાઇટ લેન્સની સાથે ઓછા પ્રકાશમાં પણ ફોટો ખેંચવા અને વિડિયો બનાવવા માટે ઉપયોગી બને છે. આ સ્માર્ટફોન વિવિધ પ્રો-ગ્રેડ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી મોડ જેમકે મૂવી માસ્ટર, 4કે 30 એફપીએસ ક્લિઅર રેકોર્ડિંગ, પોટ્રેટ નાઇટ સીન વિડિયો અને એઆઇ સ્માર્ટ સેલ્ફી તથા બીજી બાબતોને સપોર્ટ કરે છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીઇઓ અરિજિત તાલાપાત્રાએ જણાવ્યું હતું કે, ટેક્નોના કેમોન પોર્ટફોલિયો દ્વારા અમે સ્પર્ધાત્મક કિંમતે સૌથી આધુનિક મોબાઇલ કેમેરા ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ કરીએ ચીએ. અમારા કેમોન પ્રોડક્ટનો હંમેશા પ્રયાસ રહે છે કે તે કેટેગરી ગ્રાહકો દ્વારા જે પ્રકારે ફોટોગ્રાફીનો અનુભવ કર્યો છે તેમાં સતત પરિવર્તન લાવે. કેમોન 17 સિરીઝ અંતર્ગત રજૂ કરાયેલી સૌથી નવીન પ્રોડક્ટ્સ ગ્રાહકોની વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. કોઇપણ વિક્ષેપ વિના સ્માર્ટફોનનો અનુભવ માટે એક મોટી સ્ક્રિનની સાથે પ્રો-ગ્રેડ સ્માર્ટફોન વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની ક્ષમતાઓ રજૂ કરે છે. અમને વિશ્વાસ છે કે આ એક મોટી સફળતા રહેશે અને તે બીજાને અનુકરણ કરવા માટે જરૂરી માપદંડો સ્થાપિત કરશે.

ટેક્નો કેમોન 17 સિરીઝની મુખ્ય વિશેષતાઓ
• આ સેગમેન્ટમાં સૌપ્રથમ ડોટ-ઇન, 48 એમપી સેલ્ફી કેમેરા
કેમોન 17 પ્રોનો ફ્રન્ટ કેમેરા તેના સેગમેન્ટમાં રજૂ થનારો પ્રથમ 48 મેગાપિક્સલ એઆઇ સેલ્ફી કેમેરાથી સજ્જ છે, જેમાં સરળતાથી એકદમ સ્પષ્ટ સેલ્ફી લેવા માટે એક સ્માર્ટ સેલ્ફી લેન્સ આપવામાં આવ્યો છે. તેમાં વિવિધ પ્રોફેશ્નલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી મોડ આપવામાં આવ્યાં છે, જેમકે એઆઇ પોટ્રેટ, અલ્ટ્રા એચડી, સુપર નાઇટ, 4કે ટાઇમ લેપ્સ, 4કે 30 એફપીએસ રેકોર્ડિંગ, એઆર 3.5 અને વિડિયો બોકેહ. તેના માઇક્રો સ્લિટ એડજસ્ટેબલ ડ્યુઅલ ફ્રન્ટ ફ્લેશલાઇટ, કસ્ટમાઇઝ્ડ કરાયેલા ફિલ્ટર્સ, આઇ ઓટોફોકસ, મોટી સેલ્ફી અને મૂવી માસ્ટર ફોટોગ્રાફીના કલાત્મક કૌશલ્યને વધારે છે. કેમોન 17 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાને સપોર્ટ કરે છે.

• પ્રોફેશ્નલ ગ્રેડ 64 એમપી એઆઇ ક્વાડ રિયર કેમેરા
કેમોન 17 પ્રો સિરીઝમાં એકદમ સ્પષ્ટ શોટ્સ માટે એફ1.79 અપાર્ચરની સાથે એક 64 મેગાપિક્સલ પ્રાઇમરી લેન્સ, 120 ડિગ્રી સુપર વાઇડ ફોટો માટે એક 8 મેગાપિક્સલ લેન્સ, એક 2 મેગાપિક્સલ બ્લેક એન્ડ વ્હાઇટ લેન્સ અને એક 2 મેગાપિક્સલ બ્લર લેન્સ આપવામાં આવ્યાં છે. તે ઉત્તમ કલાત્મક પોટ્રેટ કેપ્ચર કરવા માટે પ્રોફેશ્નલ ગ્રેડ બ્લર ઇફેક્ટ ઉપલબ્ધ કરાવે છે. એક ક્વાડ ફ્લેશની સાથે રિયર કેમેરા અંધારામાં પણ ફોકસ કરતાં બેજોડ ફોટા ક્લિક કરવા માટે સક્ષમ કરે છે.

• અલ્ટ્રા પ્રો વિડિયો કેમેરા

કેમોન 17 પ્રો સ્માર્ટફોનના અલ્ટ્રા-પ્રોફેશ્નલ વિડિયો મોડ એક ઉત્તમ સ્થિત અને એન્ટી-શેક ટેક્નોલોજીની સાથે 30 એફપીએસ ઉપર 4કે યુક્ત સ્પષ્ટતા સાથે રેકોર્ડિંગ કરે છે. તેમાં પ્રોફેશ્નલ મૂવી માસ્ટર આપવામાં આવ્યું છે, જે વન ક્લિક રેકોર્ડિંગ અને સરળ ટ્રાન્ઝિશન ફીચર્સની સાથે વિવિધ સીનને શૂટ કરવા, વિડિયો અને મૂવી ટેમ્પલેટ તૈયાર કરવામાં સહાયતા કરે છે અને ઉત્તમ વિડિયો વિઝ્યુઅલ અનુભવ આપે છે. 4કે ટાઇમ લેપ્સ ફ્રન્ટ અને રિયર કેમેરાની સાથે શુટિંગ સ્પીડ મૂજબ રૂપાંતરિત કરી લે છે. તેની સાથે આ સ્માર્ટફોન અલ્ટ્રા સ્ટેડી વિડિયો, પોટ્રેટ નાઇટ સીન મોડ અને 960 એફપીએસ ઉપર સ્લો મોશન વિડિયો, વિડિયો બોકેહ, વિડિયો બ્યુટી અને નાઇટ શોટ વિડિયો મોડ સાથે સજ્જ છે.

• ઝડપી મીડિયાટેક હેલિયો જી95 પ્રોસેસર

કેમોન 17 પ્રોમાં ઓક્ટા કોર હાઇપર એન્જિન ગેમિંગ ઓપ્ટિનાઇઝેશનની સાથે એક શક્તિશાળી મીડિયાટેક જી95 પ્રોસેસર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જે બેજોડ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. ગેમ ટર્બો 2.0 મોડ 180 એચઝેડ ટચ સેમ્પલિંગ રેટની સાથે સ્ક્રિન, ટચ ઇનપુટ્સ, ઇન્ટર ફ્રેમ અને ઇન્ટ્રા ફ્રેમ પ્રીડિક્શન અલ્ગોરિધમને ઓપ્ટિમાઇઝ કરે છે તેમજ વીજળીની ખપત ઘટાડે છે. આ સાથે તેમાં કોર્ટેક્સ એ76 સીપીયુ અને માલી જી76 જીપીયુ પણ આપવામાં આવ્યું છે, જે બેટલગ્રાઉન્ડ અને પોર્ટનાઇટ જેવી અન્ય ગેમ્સને પણ સપોર્ટ કરે છે.

કેમોન 17 હેલિયો જી85 ગેમિંગ પ્રોસેસરથી પાવર્ડ છે
• ટાઇની ડોટ-ઇન ડિઝાઇનની સાથે એફએચડી પ્લસ ડિસ્પ્લેની સાથે પ્રીમિયમ ડિઝાઇન
કેમોન 17 પ્રોમાં 90.5 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયોની સાથે મોટી 6.8 એફએચડી પ્લસ ડિસ્પ્લે છે અને એક મોટા અને ઉત્તમ વ્યૂઇંગ અનુભવ માટે આઇપીએસ ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે. 397 પીપીઆઇ પિક્સલ ડેન્સિટી અને ટાઇની ડોટ-ઇન ડિઝાઇનની સાથે 500 નિટ્સ બ્રાઇટનેસ સ્ક્રિનને વધુ સારી આઉટડોર વિઝિબિલિટી માટે એકદમ યોગ્ય બનાવે છે. 90 એચઝેડ ફ્લુઇડ સ્ક્રિન રિફ્રેશ રેટ, 180 એચઝેડ ટચ સેમ્પલિંગ રેટની સાથે કોમ્પલિમેન્ટ કરવામાં આવ્યું છે. 2કે પ્લસ અલ્ટ્રા ક્લિઅર રિઝોલ્યુશન તસવીરમાં સ્થિરતા, વધુ સ્મૂધ સ્ક્રોલિંગ અને એક ખૂબજ ઉત્તમ સ્માર્ટફોનનો અનુભવ પ્રદાન કરે છે.

• ઉચ્ચ ક્ષમતા ધરાવતી 5000 એમએએચ બેટરી
કેમોન 17 પ્રો 33 વોટ ફ્લેશ ચાર્જની સાથે એક 5000 એમએએચ બેટરી યુક્ત છે, જે માત્ર 83 મીનીટમાં 0થી100 ટકા સુધીનું ચાર્જિંગ ઉપલબ્ધ કરાવે છે. તે 37 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ, 31 કલાકનો કોલિંગ ટાઇમ, 13 કલાકનું વેબ બ્રાઉઝિંગ, 20 કલાકનો વિડિયો પ્લેબેક, 164 કલાક મ્યુઝિક પ્લેબેક અને 11 કલાકનું ગેમ પ્લેબેક ઉપલબ્ધ કરાવે છે. તેમાં એક યુએસબી ટાઇમ સી પોર્ટ આપવામાં આવ્યું છે, જે સ્માર્ટફોનને ગરમ હોવાથી બચાવે છે. ટેક્નો કેમોન 17 પણ 18 વોટ ફ્લેશ ચાર્જ સાથે 5000 એમએએચ બેટરીથી સંચાલિત છે.

• પ્રીમિયમ આકર્ષક ડિઝાઇન
ક્લાસી અને સ્ટાઇલિશનું ઉચિત મિશ્રણ, કેમોન 17 પ્રોની આકર્ષક, ડ્યુઅલ ટોન ડિઝાઇન તેને પ્રીમિયમ લુક અને ફીલ પ્રદાન કરે છે. તેનો આકર્ષક દેખાવ સાથે એન્ટી-પોલ ગ્રિપ કોઇપણ વ્યક્તિને હાથમાં એક મજબૂત પકડ પ્રદાન કરે છે. આ સાથે તેમાં 3.5ડી આકાર બેટરી કવર સાથે તેમાં 4.6 એમએમ ડ્રોપની સાથે ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ બેકકવર ડિઝાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

• વધુ મોટું સ્ટોરેજ
કેમોન 17 પ્રો સુપર ફાસ્ટ કાર્ય કરવા માટે એક શક્તિશાળી 8જીબી ઉચ્ચ ક્ષમતા એલપીડીડીઆર4એક્સ રેમ અને 128 જીબી યુએફએસ 2.1નું મોટું ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે, જે 256 જીબી સુધી એક્સપાન્ડેબલ છે. તે કોઇપણ અવરોધ વિના સ્માર્ટફોનનો ઉત્તમ અનુભવ આપે છે તથા એન્ડ્રોઇડ 11 આધારિત હાઇઓ7.6 ઉપર ચાલે છે, જ્યારે કે કેમોન 17 6જીબી રેમ અને 128 જીબી મોટું સ્ટોરેજ ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.