મંદિરા બેદીએ પતિ રાજ સાથેના ૨૩ વર્ષના લગ્નજીવનને યાદ કરી એનિવર્સરી તસવીર શેર કરી

Other
Other

મુંબઈ,
મંદિરા બેદીના પતિ રાજ કૌશલના નિધનને ૧૫ દિવસ થયા છે. દરેક દિવસની સાથે મંદિરા બેદી પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. અચાનક આવી પડેલા આ દુઃખનો સામનો મંદિરા હિંમતથી કરી રહી છે. પતિના નિધન બાદ થોડા દિવસો સુધી સોશિયલ મીડિયાથી દૂર થયેલી મંદિરાએ હવે રાજ કૌશલ સાથેના ૨૫ વર્ષના સંગાથને યાદ કર્યો છે.
મંદિરાએ હાલમાં જ પોતાના ‘રાજી’ સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેમાંથી એક કપલની એનિવર્સરીની પણ છે. આ તસવીરોમાં મંદિરા અને રાજ એકબીજા સાથે ઘણાં જ ખુશ દેખાઈ રહ્યા છે. તસવીરો શેર કરતાં એક્ટ્રેસ લખ્યું, “એકબીજાને ઓળખવાના ૨૫ વર્ષ. લગ્નના ૨૩ વર્ષ. જીવનના દરેક ઉતાર-ચડાવ અને મુશ્કેલીઓમાં સાથે રહ્યા.”
આ પહેલા મંદિરાએ એક તસવીર શેર કરી હતી જેમાં એક કાગળ પર ‘રાજી’ લખેલું હતું. મંદિરાએ તસવીર શેર કરવાની સાથે લખ્યું, ‘મિસ યુ રાજી’. આ સાથે જ તૂટેલા દિલનું ઈમોજી પણ મૂક્યું છે. મંદિરાની આ તસવીરો પર આશિષ ચૌધરી, મૌની રોય જેવા અંગત મિત્રો ઉપરાંત અર્જુન બિજલાની, અધુના અખ્તર, આશ્કા ગોરડિયા જેવા સેલેબ્સે હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી છે.
પતિના નિધનના ૧૧ દિવસ બાદ મંદિરા બેદીએ પોતાના ઘરની બહાર પગ મૂક્યો હતો. મંદિરા પોતાના મમ્મી સાથે વૉક પર નીકળી હતી. એ વખતની મંદિરાની તસવીરો સો.મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
૩૦ જૂનના રોજ હાર્ટ અટેકના કારણે ડાયરેક્ટર રાજ કૌશલનું અવસાન થયું હતું. રાજ કૌશલને ૩૦ જૂનની પરોઢે હાર્ટ અટેક આવ્યો હતો. મંદિરા અને એક્ટર આશિષ ચૌધરી રાજને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ તેણે આંખ મીંચી દીધી હતી. આશિષ ચૌધરી મંદિરા અને રાજનો નિકટનો મિત્ર છે. આ મુશ્કેલ સમયમાં તે મંદિરાની પડખે ઊભો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મંદિરા અને રાજનો દીકરો નાનો હોવાથી એક્ટ્રેસે રડતી આંખે પોતાના પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.