બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા કલેકટર સંદીપ સાગલેનો અનુરોધ

બનાસકાંઠા

જિલ્લાના ૧,૬૩,૫૪૧ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી
રખેવાળ, પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા કલેકટરશ્રી સંદીપ સાગલેએ અનુરોધ કર્યો છે. નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરોગ્ય સેતુ એપની જાહેરાત કરી હતી તેની સાથે સાથે દેશના તમામ લોકોને કોરોના વાયરસ એટલે કે કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ભલામણ પણ કરી હતી.
લોકોના આરોગ્યના જાત પરીક્ષણ અને કોરોના અંગેની જાણકારી ઘેરબેઠાં મળી રહે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તા.૨ એપ્રિલના રોજ આરોગ્ય સેતુ નામની મોબાઇલ એપ શરૂ કરવામાં આવી છે. દેશની ૧૧ ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધિત કોવિડ-૧૯ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તેવી તમામ માહિતીનો આરોગ્ય સેતુ એપમાં સમાવેશ કરાયો છે.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા જનસમુદાય પાસે સહકાર માંગ્યો હતો. જેનો બનાસકાંઠા જિલ્લામાં ખુબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના લોકોએ પણ પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત થઇ આજે તા.૨ મે સુધી ૧,૬૩,૫૪૧ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે. જયારે ૪,૪૮૫ લોકોએ જાત પરીક્ષણ કરી પોતાના જીવનને સુરક્ષિત કરવા માટે કટીબધ્ધ બન્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.