પ્રિવેલ ઇલેક્ટ્રિકે પ્રસ્તુત કરી ત્રણ નવી ટૂ-વ્હીલર્સ- એલીટ, ફિનેસ અને વુલ્ફ્યુરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતનો એક અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક, પ્રિવેલ ઇલેક્ટ્રિક, જે એક ઓટોમોટિવ સોલ્યુશન પ્રદાતા સ્ટાર્ટઅપ છે, ત્રણ પ્રીમિયમ મૉડેલ સ્કૂટરો – એલીટ, ફિનેસ અને વુલ્ફ્યુરી લૉન્ચ કરવા માટે તૈયારી કરી રહ્યો છે. ભારતના ઝડપથી આગળ વધતા ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રમાં નવનિર્માણ કરી ઈ-વાહનો વાપરવા માટે ઉત્સુક લોકોની માગણીઓ સંતોષવાની આ બ્રાન્ડની આકાંક્ષા છે. સવારીના શ્રેષ્ઠ અનુભવ માટે ટેક્નોલૉજી સાથે કિફાયતી અને નવીનીકરણીય ફેરફારોનું સીમલેસ મિશ્રણ કરનાર સર્વગ્રાહી સોલ્યુશન્સ ઓફર કરીને આ બ્રાન્ડ ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા માગે છે.

એલીટ – કિંમત – રૂ. 129,999/- ઇલેક્ટ્રિક સ્કૂટર એલીટ મહત્તમ લોડ 200 કિલો સાથે કલાકે 80 કિમીની ટૉપ સ્પીડ આપે છે. લિથિયમ-આયન બૅટરી અને અદલાબદલી કરી શકાય તેવી બૅટરીના વિકલ્પો વાળી આ સ્કૂટર એક વાર ચર્જિંગ કર્યા બાદ 110 કિમી સુધી દોડવાની ક્ષમતા રાખે છે. એક વાર બૅટરી ખાલી થાય, તે બાદ તે 4 કલાકોમાં સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે. આ મૉડેલમાં 1000 અને 2000W મોટર પાવર છે. આ મૉડેલમાં વન-ક્લિક ફિક્સ ફંક્શન સાથે 55A કંટ્રોલર વાળા કંટ્રોલ મૉડેલ છે. આ વાહનમાં ઇન્ટિગ્રેટેડ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD) સ્ક્રીન છે, જે મુખ્ય રૂપે નેવિગેશન, નિયંત્રણ અને મનોરંજનના હેતુથી વપરાય છે. આ રીતે યુઝર્સ તેમના પસંદગીના ગીતો પર ઝૂમી શકે છે અને હાથથી અડ્યા વગર ફોન કૉલ પણ લઈ શકે છે. અને આ રીતે હરવાફરવાનો આરામદાયક અને સુગમ મોડ અનુભવી શકે છે.

ફિનેસ – કિંમત રૂ. 99,999/- ઇલેક્ટ્રિક સ્કૂટર ફિનેસ મહત્તમ લોડ 200 કિલો સાથે કલાકે 60 કિમીની ટૉપ સ્પીડ આપે છે. લિથિયમ-આયન બૅટરી વાળી આ સ્કૂટર એક વાર ચર્જિંગ કર્યા બાદ 110 કિમી સુધી દોડવાની ક્ષમતા રાખે છે. તે 4 કલાકમાં 0 થી 100% ચાર્જ થઈ જાય છે. તથા, તેમાં અદલાબદલી કરી શકાય એવી બૅટરીનો વિકલ્પ પણ છે. આ મૉડેલમાં વન-ક્લિક ફિક્સ ફંક્શન સાથે 12-ટ્યુબ બ્રશલેસ કંટ્રોલર વાળું કંટ્રોલ મૉડેલ છે.

વુલ્ફ્યુરી – કિંમત – રૂ. 89,999/- ઇલેક્ટ્રિક સ્કૂટર ફિનેસ મહત્તમ લોડ 200 કિલો સાથે કલાકે 50 કિમીની ટૉપ સ્પીડ આપે છે. લિથિયમ બૅટરી વાળી આ સ્કૂટર એક વાર ચર્જિંગ કર્યા બાદ 110 કિમી સુધી દોડવાની ક્ષમતા રાખે છે. સંપૂર્ણ ચાર્જ થવા માટે તેને 4 કલાકનો સમય લાગે છે. આ મૉડેલમાં વન-ક્લિક ફિક્સ ફંક્શન સાથે 12-ટ્યુબ બ્રશલેસ કંટ્રોલર વાળું કંટ્રોલ મૉડેલ છે.

આ પ્રસંગે પ્રિવેલ ઇલેક્ટ્રિકના સીઇઓ શ્રી. હેમંત ભટ્ટે કહ્યું, “કેટલાક મહિનાઓ સુધી કરેલ સંશોધન અને વિકાસ કાર્ય બાદ, અમે છેવટે અમારા નવા સ્કૂટર મોડેલો લૉન્ચ કરવા માટે તૈયાર છીએ. નવી પેઢી તેના પહેલાની પેઢીઓ કરતાં આબોહવા પરીવર્તન અને ગ્લોબલ વોર્મિંગ અંગે ખાસ્સી ચિંતા કરે છે. તેથી તેઓ વધુ શાશ્વત અને કિફાયતી વિકલ્પો અપનાવે છે. પ્રીમિયમ ફીચર્સ અને નોંધપાત્ર સ્પીડ સાથે અમારા આ ત્રણ નવા સ્કૂટર મોડેલો ભારતના ઈ-મોબિલિટી ક્ષેત્રમાં ક્રાંતિ કરવા માટે સજ્જ છે.”

તેમણે આગળ કહ્યું, “ભારતીય ઇવી માર્કેટમાં અમે પ્રચંડ વૃદ્ધિ જોઈ રહ્યા છીએ અને અમે તેમાં કોઈ પણ ઉંમરના સ્ત્રી અને પુરુષ ગ્રાહકોને વધુ આરામદાયક અને સુવિધાજનક હોય, તેવા ઉત્પાદનો દાખલ કરવા માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ.”

હાઇ-ટેનસાઇલ સ્ટીલ અને એલ્યુમિનિયમ એલોય વ્હીલ હબ્સના બનેલ આ ત્રણેય સ્કૂટરો વજનમાં બહુ જ હલકી છે, અને તેમનું વજન માત્ર 80 કિલો (બૅટરી સિવાય) છે. ફિનેસ અને વુલ્ફ્યુરી મોડેલોમાં 1000W ની બિલ્ટ-ઇન મોટર ક્ષમતા છે, જ્યારે એલીટ 2 મોટર શ્રેણીઓમાં આવે છે- 1000W અને 2000W. ગ્રાહકની સુવિધા માટે બનાવેલ પ્રિવેલ ઇલેક્ટ્રિકની સ્કૂટરો પર સવારી કરતી વખતે ગ્રાહક સ્કૂટરના બિલ્ટ-ઇન મોબાઇલ ચાર્જિંગ પોર્ટ્સનો ઉપયોગ કરીને મોબાઇલ ફોન ચાર્જ કરી શકે છે. આ ત્રણેય મોડેલો પર ત્રણ વર્ષની વોરંટી છે અને તેઓ ઓરિજિનલ ઈક્વિપમેંટ મેન્યૂફેક્ચરર (OEM) સર્વિસિસ પણ સ્વીકારે છે. આ વાહનોમાં મહત્તમ 30 અંશ સુધીના ચઢાણ ચઢવાની ક્ષમતા છે અને શૉક ન લાગે તે માટે હાઈડ્રોલિક ડેમ્પિંગ તેમાં છે. આ રીતે, સવારીનો કુલ અનુભવ વધુ આરામદાયક રહે છે. વધુમાં, તેઓ LED હેડલાઇટને સપોર્ટ કરે છે અને સ્પીડ બદલવાના પાંચ વિકલ્પો આપે છે.

પ્રિવેલ ઇલેક્ટ્રિક વિશે

માર્ચ 2021 માં હેમંત ભટ્ટના સમર્થ માર્ગદર્શન હેઠળ સ્થાપિત પ્રિવેલ ઇલેક્ટ્રિક એક EV ઉત્પાદક સ્ટાર્ટઅપ છે, જે સૌથી કિફાયતી અને નવીનીકરણીય સ્રોતો વાપરવા માટે પ્રતિબદ્ધ છે. આ બ્રાન્ડ એક એવું સર્વગ્રાહી સોલ્યુશન ઓફર કરવાનું લક્ષ્ય રાખે છે, જે ટૂ-વ્હીલર સવારીના શ્રેષ્ઠ અનુભવ માટે ટેક્નોલૉજી સાથે પ્રીમિયમ ફેરફારોનું સીમલેસ મિશ્રણ કરે છે. આ બ્રાન્ડ સ્વચ્છ અને શાશ્વત ઊર્જા સ્રોતોની હિમાયત કરે છે અને શ્રેષ્ઠ પરિણામ આપવા માટે તેના મૂળભૂત સિદ્ધાંતો- પૅશન, નવીનતા, ગુણવત્તા અને અખંડિતતા દ્વારા પ્રેરિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.