ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં આકાશી વિજળી પડતાં મહિલા નું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં મોડી રાત્રે આકાશી વિજળી પડતાં 34 વર્ષિય મહિલા નું કરૂણ મોત નિપજતાં બે માસુમ દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસા સહિત બનાસકાંઠા જીલ્લાના હવામાન માં બે દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. શનિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ રવિવારે મોડી રાત્રે બે વાગ્યાના સુમારે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડતાં ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતાં વિજાબેન નરેશભાઇ રબારી (ઉ.વ.34) ઓસરીના બહાર બાથરૂમ જવા માટે નિકળ્યા હતાં. જે દરમ્યાન અચાનક જ કડાકા સાથે વિજળી પડતાં વિજાબેન એ બૂમાબૂમ કરી જાળી પકડી લેતાં ફસડાયા હતાં. જેથી તેમના પતિ સહિતનાઓએ તાત્કાલિક ભણશાળી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતાં. જો કે, ફરજ પરના તબિબે વિજાબેન ને મૃત જાહેર કર્યા હતાં. મૃતકની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહે તપાસ હાથ ધરી છે.

બે બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી

ડીસામાં વિજળી પડવાથી વિજાબેન રબારી નું દુઃખદ અવસાન થતાં ધરતી અને પિનલ નામની બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને બાળકીઓના આક્રદથી સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.