ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનારાઓ વિરુધ્ધ પોલીસની કાર્યવાહી
ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહનો વિરુધ્ધ મુંબઈ પોલીસે ઓલઆઉટ ઓપરેશન હેઠળ છેલ્લા ત્રણ કલાકમાં મુંબઈના 7347 વાહનોની તપાસ કરી હતી.જેમાથી 1759 વાહનચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઝુંબેશમાં રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મુંબઈમાં 201 જગ્યાએ નાકાબંધી કરી 7347 વાહનોની તપાસ કરવામાં આવી હતી.જેમાં મોટર વાહન એક્ટ હેઠળ આ ઓપરેશનમાં 1759 ચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ હેઠળ 75 વાહનચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરાઈ હતી.તેમજ 252 સ્થળોએ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરાયું હતું.આ એક્ટ હેઠળ 1036 વ્યક્તિ તપાસાયા હતા,જેમાથી 383 દોષી જણાયા હતા.એન્ટી નાર્કોટીક્સ સેલે 99 વ્યક્તિઓ પર કાર્યવાહી કરી હતી.જેમાં ગેરકાયદેસર શસ્ત્રોની હેરફેર કરનારા 35 વ્યક્તિ વિરુધ્ધ કાર્યવાહી કરી શસ્ત્ર ઝડપાયા હતા તેમજ 815 હોટેલ,લોજ,ધર્મશાળાની તપાસ કરાઈ હતી.આ સિવાય 43 જગ્યાએ છાપા મુકી 69 વ્યક્તિઓ વિરુધ્ધ કાર્યવાહી કરાઈ હતી અને બિનજામીનપાત્ર ગુનાના વોરંટ દ્વારા 102 આરોપીની અટક કરાઈ હતી.