લોકડાઉન : રિશી કપૂરના અંતિમ સંસ્કાર આજે મુંબઈના ચંદવાડી સ્મશાનમાં, માત્ર ૨૦ લોકો સામેલ થશે
રખેવાળ, મુંબઈ
લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમતા બોલિવૂડ સ્ટાર રિશી કપૂરનું આજે એટલે કે ૩૦ એપ્રિલે સવારે ૮.૪૫ વાગે નિધન થયું હતું. અંતિમ સંસ્કાર આજે મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવશે કહેવાય છે કે એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ રિશીના અંતિમ સમયે તેમની પાસે પત્ની નીતુ તથા દીકરો રણબીર હતો. અંતિમ શ્વાસ લેતા પહેલાં રિશીએ દીકરા રણબીરને પોતાના પલંગ પર બેસવાનું કહ્યું હતું. દીકરી રિદ્ધિમા દિલ્હીમાં છે. ગૃહમંત્રાલયે મુંબઈ જવાની પરવાનગી આપી દીધી છે.
રિશીના નિધનના સમાચાર મળતાં જ આલિયા ભટ્ટ હોસ્પિટલ આવી હતી. તે રાત્રે પણ હોસ્પિટલ આવી હતી. સ્મશાનાં પંડિતો પહોંચી ગયા છે અને અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રિદ્ધિમા ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હીથી મુંબઈ આવશે. રિદ્ધિમા આવશે પછી અંતિમ યાત્રા શરૂ કરવામાં આવશે.
રિશીના નિધનના સમાચાર મળતાં જ ચાહકો હોસ્પિટલ આગળ ભેગા થયા હતાં પરંતુ પોલીસે ભગાડી દીધા હતાં. હાલમાં હોસ્પિટલમાં બેરીકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતાં. લૉકડાઉનની ગાઈડલાઈન પ્રમાણે, અંતિમ સંસ્કારમાં ૨૦થી વધુ માણસો સામેલ થશે નહીં. ૨૯ એપ્રિલે ઈરફાન ખાનના અંતિમ સંસ્કારમાં ૨૦ લોકોને જવાની પરવાનગી મળી હતી. કપૂર પરિવારે ચાહકોને અપીલ કરી હતી કે તેઓ લૉકડાઉનના કાયદાનું પાલન કરે.