૬૭ વર્ષની ઉંમરે અભિનેતા ઋષિ કપૂરનું નિધન, કેન્સરથી પીડિત હતા
મુંબઈ. સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરનું ગઈ કાલે મોડી રાતે નિધન થઈ ગયું છે. તબિયત લથડતા તેમને ગઈ કાલે જ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને ઋષિ કપૂરના નિધનની માહિતી આપી હતી.
સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરને બુધવાર રાત્રે મુંબઈના એચએન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ રણધીર કપૂરે આ માહિતીની પુષ્ટી કરી હતી. હોસ્પિટલમાં પત્ની નીતૂ સિંહ કપૂર તેમની સાથે હતા. ઋષિ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત આવ્યા હતા. ત્યાં આશરે એક વર્ષ સુધી કેન્સરની સારવાર ચાલી હતી.