હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ ખેત ઉતાપદકતાને વધારવા માટે પ્રસ્તુત કરે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ લિમિટેડ (એચઆઈપીપી), જે , ભારતમાં પાવર પ્રોડક્ટ્સના અગ્રણી ઉત્પાદક છે. જે આજે તેના નવા સંક્ષિપ્ત પાવર ટિલર FQ650નું અનાવરણ કરવા જઇ રહ્યું છે. જે ગ્રાહકોની બહોળા પ્રમાણની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
શાકભાજી, મસાલા, બાગાયત, રોકડીયા પાક, બગીચા અને નર્સરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો એક સંક્ષિપ્ત, શક્તિશાળી અને આર્થિક રીતે પોષાય તેવા પાવર ટિલરની માંગ કરી રહ્યાં છે, જે વિવિધ ખેતી કાર્યો જેવા કે, ખેડાણ, પીસવુ, ચાસ પાડવા કે ક્યારા બનાવવા અને અસરકારક રીતે નિંદણ કામગીરી કરવા માટે સક્ષમ હોય.

એચઆઇપીપી ખેતીમાં હોન્ડાની પ્રસિદ્ધ 4 સ્ટ્રોક તકનીકને રજૂ કરવામાં સૌથી આગળ રહી છે અને જે પોતાના મૂલ્યવાન સાધન FJ500 અને કોમ્પેક્ટ મૉડલ F300ને પેટ્રોલ ઈંધણવાળી પાવર ટિલર શ્રેણીમાં સફળતાપૂર્વક સ્થાપિત કરી છે, જે ભારતીય ખેડૂતોને એક મજબૂત અને ટકાઉ સાથીદારની ગરજ સારે છે.

તાજેતરનો ઉમેરો FQ650 ખેડૂતો માટે પોતાના દૈનિક ખેતી કાર્યો માટે એક શક્તિશાળી પરંતુ વ્યાજબી પાવર ટિલરની માંગ કરી રહ્યાં હતા, તેમની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સક્ષમ છે.

FQ650 પાવરફૂલ હોન્ડા GP200H એન્જિન સંચાલિત છે, જે 5.5એચપીનો પાવર પહોંચાડે છે અને 12.4nm @ 2,500rpmના મહત્તમ ટોર્ક અને 900mmની લાંબી પહોંળાઇની અને 300mmના ટાઇન ડાયાની સાથે વિભિન્ન ખેતી કામાગીરીનો અસરકારક રીતે સામનો કરવામાં સક્ષમ બનાવે છે. FQ650 વજનમાં માત્ર 65.2 કિલોગ્રામ હોવાની સાથેસાથે કોમ્પેક્ટ, ટકાઉ, શક્તિશાળી અને ખર્ચ-અસરકારક ઉકેલની ખેડૂતોની જરૂરિયાતોને પૂરી કરતા બેજોડા ઈંધણ ક્ષમતા પ્રદાન કરે છે.

લોન્ચની જાહેરાત પર હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સ લિમિટેડ ખાતે વાઇસ પ્રેસિડેન્ટ – સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસના હેડ ગગન પાલે જણાવ્યું, “કૃષિ કાર્યની કાર્યક્ષમતા અને યાંત્રિકરણ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ભારત સહિતના ઉભરતા બજારોના ખેડૂતોમાં કોમ્પેક્ટ ટિલર્સની માંગ વધી રહી છે. હોન્ડા ટિલર ઘણા વર્ષોથી ભારતીય ખેડૂતોની આગવી પસંદગી છે અને આ નવુ મૉડેલ તેમની નિયમિત ખેતી કામગીરીના યાંત્રિકીકરણને આગળ વધારવામાં મદદ કરશે, જેનાથી તેમને ખેતીની ઉત્પાદકતા વધારવામાં મદદ મળશે. FQ650 સૌથી શક્તિશાળી, સુવિધાજનક અને ખર્ચ-અસરકારક અને ઉપયોગમાં સરળ ટિલર છે, જે ઉપયોગકર્તાઓ માટે તેના વપરાશને સરળ અને સુરક્ષિત બનાવે છે.”

FQ650ને વપરાશકર્તાની “સેફ્ટી-ફર્સ્ટ પોલીસી” અને “યુઝર-ફ્રેન્ડલીનેસ”ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. FQ650 ઓપરેટર પ્રેઝન્સ કંટ્રોલ સિસ્ટમ, બર્ડકેજ મફલર ગાર્ડ અને સલામત ઉપયોગ માટે મોટા કદના સબ-ફેંડરથી સુસજ્જ છે, જે ગિયર શિફ્ટિંગ ગેટને અનુકૂળ કામગીરીની ગતિને અનુરૂપ ગિયર્સને સુવિધાજનક શિફ્ટિંગ પ્રદાન કરે છે. ટ્રાન્સપોર્ટેશન વ્હીલ્સ, ફ્રંટ સ્ટેન્ડ અને હેંડલબાર ઉંચાઇના સમાયોજન જેવી સુવિધાનજક વિશેષતાઓ તેને પહેલી વારના ઉપયોગકર્તાઓ માટે તટસ્થ અને આદર્શ બનાવે છે.

FQ650 વધારાના સુસંગત ટિલર જોડાણો જેવા કે “યલો રેઝર”ના વિકલ્પ સાથે જોડી શકાય છે, જે પાણીની ચેનલ બનાવવા માટે ઉપયોગી છે અને રૂટ પાકોની કુશળ ખેતી માટે બેડ બનાવવા માટે વપરાય છે. “બ્લુ સ્પાયરલ” પ્રભાવિત રીતે લાંબા ઘાસ કાપવા માટે સ્ટાંડર્ડ ફ્લાવર ટાઇન જોડાણ ઉપરાંત નિયમિત નિંદણ કામગીરી માટે ઉપયોગી બને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.