કોરોના : સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકી સહિત વધુ ત્રણ કેસ નોંધાતા, આંકડો ૫૭૯ પર પહોંચ્યો

ગુજરાત
ગુજરાત

રખેવાળ, સુરત

આજે વધુ ત્રણ કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૫૭૯ થઈ ગઈ છે. સુરત પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા અપાયેલી માહિતી અનુસાર, નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં એક જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામની સાડા ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે શહેરના પાલ અને રાંદેર વિસ્તારમાં નોંધાયા છે. શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા અને સિવિલમાં હાલ કોરોનાની સારવાર લઈ રહેલા એક પોઝિટિવ દર્દીનું મોત પણ નિપજ્યું હતું. યુવકને ૨૫મીએ સાંજે દાખલ કરાયો હતો. આ સાથે શહેરમાં કોરોનામાં કુલ મૃતાંક ૨૦ થઈ ગયો હતો. જ્યારે એક સાથે ગત રોજ ૨૦ દર્દીઓ રિકવર થતા આંકડો ૩૯ પર પહોંચી ગયો છે.

                            નવા નોંધાયેલા કેસ

  1. ધારવી હેમલભાઈ કંથારિયા (ઉ.વ.૩.૫) સાંધીયેર ગામ, ઓલપાડ, સુરત જિલ્લો
  2. ડો નયન ભટ્ટ (ઓર્થો), નીતા સોસાયટી,ઝોન ઓફિસ સામે,તાડવાડી
  3. કેતન દલાલ (શાકના વેપારી), શિવધારા રો હાઉસ, ટી જીબીની ગલી,સૌરભ પોલિસ ચોકી પાસે, પાલ અડાજણ
  4. દારૂ પીવાની આદતને કારણે લિવરની તકલીફ સાથે દાખલ પોઝિટિવ દર્દીનું મોત

વેડરોડ પંડોળની રામેશ્વર સોસાયટીમાં રહેતો રામકેશ ફાગુ નીશાદ(૨૨)શ્રમજીવી હતો. ગઈ તા.૨૫મીએ કોરોનાના લક્ષણો સાથે સારવાર માટે સિવિલમાં દાખલ થયેલા રામકેશનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. દારૂ પીવાની આદત હોવાથી લિવરની તેમજ અન્ય બીમારી સાથે કોરોના સામે લડી રહેલા રામકેશનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ સાથે શહેરમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૦ થઈ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.