લોક ડાઉનને લઈ મુશ્કેલીમાં મુકાયેલા રિક્ષા ચાલકોને સહાય આપવાની રજુઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં લોક ડાઉન દરમિયાન રિક્ષા ચાલકોની હાલત કફોડી બની જવા પામી છે. રિક્ષાઓ બંધ હોવાના કારણે પરિવારજનોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સરકાર દ્વારા જો ભથ્થું ચુકવવામાં નહિ આવે તો રિક્ષા ચાલકો આગામી ૩ એપ્રિલે સામુહિક રીતે જાહેરનામાનો ભંગ કરી ધરપકડ વ્હોરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
કોરોનાની મહામારીના કારણે ૪૦ દિવસના લોક ડાઉનને લઈ બનાસકાંઠામાં પાલનપુર સહિત જિલ્લા ભરમાં ઓટો રીક્ષાઓની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરિણામે જિલ્લામાં આશરે ૨૦ હજારથી વધુ રીક્ષાએ ચાલકો છેલ્લા એક મહિના થી લોક ડાઉનનું પાલન કરીને પોતાના ઘર માજ હોઈ તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદભાઈ મકરાણીએ જિલ્લાના ઓટો રીક્ષા ચાલકોની આર્થિક મુશ્કેલીને નિવારવા માટે સરકાર દ્રારા તેમને ભથ્થા પેટે સહાય ચૂકવવા માં આવે તે માટે જિલ્લા કલેકટર ને લેખિત રજુઆત કરવામાં આવી છે.
જેમાં કોરોનાને લઈ રોજ કમાઈ ને રોજ ખાતા રીક્ષા ચાલકોનો ધંધો બંધ હોઈ તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેમને તાત્કાલિક સહાય કરવાની માંગ કરવામાં આવી છે. અને જો ૧ મે સુધીમાં સહાય નહિ ચૂકવાય તો ૩ મેના રોજ તમામ રીક્ષા ચાલકો ધંધા માટે બજારમાં આવી જશે અને ધરપકડ વ્હોરશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.