ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ મેળવી, CAAને સમર્થન આપતું બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પાસ

ગુજરાત
ગુજરાત

આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પસાર કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને  ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું.
 
કોંગ્રેસના હોબાળા બાદ વિધાનસભાની કાર્યવાહી ફરીથી ચાલું થઈ હતી. આ સત્ર દરમિયાન CMએ રજૂ કરેલ SC/ST અનામતનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો હતો.  SC/ST અનામતના કાયદાને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં CAAનાસમર્થનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો થયો હતો. પ્રદીપસિંહે જણાવ્યું કે, પાકિસ્તાનનો હિંદૂ વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો છે. પાકિસ્તાનની દલાલી કરતા દલાલો પણ આ કાયદાના આધારે ખુલ્લા પડ્યા છે. ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, તમારા આકાઓના ઈશારે ભારત અને ગુજરાતમાં અશાંતિ ફેલાઈ હતી.
 
બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ રાજ્યપાલને રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર કશુ કરતી ન હોવાની ધાનાણીએ રજૂઆત કરી હતી. ત્યારબાદ ગૃહમાં બેનરો અને પોસ્ટરો સાથે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસે ગૃહમાં બળાત્કાર, પાકવીમો, દેવામાફી, પરીક્ષા મુદ્દે બેનરો દર્શાવ્યા હતા. કોંગ્રેસના હોબાળાથી રાજ્યપાલ પ્રવચન ટુંકાવી વિધાનસભામાંથી રવાના થયા હતા. ત્યારે બીજી બાજુ ભાજપના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
 
ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે નાગરિક સંશોધન કાયદાના સમર્થન આપતો પ્રસ્તાવ અને અભિવાદન કરતો પ્રસ્તાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગૃહની આજની કાર્યવાહી પુર્ણ જાહેર કરવામાં આવી હતી. હવે પછી ૨૪ ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે ગૃહની કાર્યવાહી ચાલુ થશે. અત્રે ઉલ્લેખનીય છે, સીએએના સમર્થનમાં બિલ પાસ કરનારું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.