કોરોના સંકટઃ દેશમાં ૨૪ કલાકમાં ૬૨ના મોત, ૧૫૪૩ નવા કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : આખી દુનિયામાં ભારે હાહાકાર મચાવનાર માનવથી માનવમાં ફેલાતા ચેપી રોગ કોરોના મહામારીનો ભારત પણ સામનો કરી રહ્યો છે. દેશમાં કોરોના પોઝીટીવના રોજના નવા કેસોમાં ઉમેરો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જણાવ્યુ કે કોરોનાથી દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨ મોત અને ૧૫૪૩ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં મોતના કેસમાં વધારો જાવા મળ્યો છે. અન્ય રીતે જાઇએ તો ભારતમાં દર એક કલાકે બે કરતાં વધુ મોત નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના પાઝિટીવ કેસોની કુલ સખ્યા વધીને ૨૯૬૬૪ થઈ ગઈ છે. જેમાં ૨૧૬૩૨ સક્રિય કેસ છે. આમાં ૬૮૬૮ લોકો રિકવર/ડિસ્ચાર્જ, ૯૪૦ મોત થયા છે. ભારત હાલમાં લોકડાઉન-૨ હેઠળ છે. જે ૩ મે પછી વધુ લંબાવવાની શક્્યતા છે.
દરમ્યાનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે મંગળવારે જણાવ્યું કે દેશના ૮૦ જિલ્લામાં ૭ દિવસથી અને ૪૭ જિલ્લામાં ૧૪ દિવસથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. સાથે જ ૩૯ જિલ્લામાં છેલ્લા ૨૧ દિવસોથી કોઈ કેસ નોંધાયો નથી. આ પ્રકારે ૧૭ જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસોથી એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી. આજે મંગળવારે રાજસ્થાનમાં ૬૬, આંધ્રપ્રદેશમાં ૮૨ અને કર્ણાટકમાં કોરોનાના ૮ નવો કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૯,૬૬૩ થઈ ગઈ છે. આ આંકડા  રાજ્ય સરકાર પાસે મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં ૨૯ હજાર ૪૩૫ સંક્રમિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.