બનાસકાંઠાઃ કોરોનાથી જીલ્લામાં પ્રથમ મોત, ૬૫ વર્ષીય મહિલાનું મૃત્યુ
રખેવાળ, બનાસકાંઠા
સોમવારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને કારણે પ્રથમ મોત નોંધાયું છે. અહીં ૬૫ વર્ષની એક મહિલાનું કોરોનાના સંક્રમણ બાદ સારવાર દરમિયાન મોત નોંધાયું છે. મહિલા પાલનપુરના ભાગળ ગામની રહેવાસી છે. કોરોનાના સંક્રમણ બાદ ૬૫ વર્ષીય ફાતિમા મુખીને સારવાર માટે બનાસ મેડિકલની કોવિડ ૧૯ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર દરમ્યાન મહિલાનું સોમવારે મોત થયું છે.
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરના ભાગળ ગામની કોરોનાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. કોરોનાના સંક્રમણ બાદ ૬૫ વર્ષીય ફાતિમા મુખીને સારવાર માટે બનાસ મેડિકલની કોવિડ ૧૯ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધી બનાસકાંઠા જિલ્લામાં ૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યારસુધી સારવાર બાદ એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મોત નોંધાયું છે.