કોરોના : અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૨૨૮૩૭ ટેસ્ટ કર્યાં, દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ : AMC કમિશનર

ગુજરાત
ગુજરાત

રખેવાળ, અમદાવાદ

શહેરમાં રવિવારે નવા ૧૭૮ કેસ નોંધાયા હતા અને ૧૯ના મોત થયા હતા. એક જ દિવસમાં આટલા મોતની આ પહેલી ઘટના છે. કુલ મૃત્યુઆંક ૧૦૫એ પહોંચી ગયો છે. જ્યારે ૨૫ દર્દી સાજા થયા છે. આમ કુલ ૨૧૮૧ પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક ૧૦૫ થયો છે. કોરોના અંગે શહેરની સ્થિતિ અંગે અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, એસવીપીમાં ૬૪૨ એક્ટિવ કેસ અને ૧૫૦ શંકાસ્પદ છે. આમ SVPની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૨૮૩૭ ટેસ્ટ થયા છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે. ટેસ્ટિંગ મામલે આપણે સારામાં સારી સ્થિતિમાં છીએ અને દિલ્હી કરતા ત્રણ ગણા ટેસ્ટ કરીએ છીએ.
તેમજ વધુ ૧૮ દર્દીને રજા આપવામાં આવતા કુલ ૨૧૧ દર્દી સાજા થઈ ગયા છે.

મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, ત્રણ મે સુધીમાં સારુ પરિણામ આવશે. મોં અને નાક બંધ રાખવાની આદત કેળવવી પડશે. હાલ ઈન્ફેક્શન દરમાં ઘટાડો થયો છે અને હેન્ડ વોશ, સેનેટાઈઝર તથા માસ્ક જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. જાહેરમાં થૂંકવાની કુટેવ સંપૂર્ણપણે છોડવી જોઈએ.

લોકડાઉન બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ટુ વ્હીલર પર એક વ્યક્તિ અને ૪ વ્હીલરમાં બે વ્યક્તિ જ નીકળે. દુકાનદારોએ પણ સેનેટાઈઝરનો ઉપયોગ આગળ પણ ચાલુ રાખવો પડશે. આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં શહેરમાં ૧૮૫૪ એક્ટિવ કેસ છે, જેમાંથી ૪૩ વેન્ટીલેટર પર અને ૧૮૧૧ સ્ટેબલ છે. એસવીપીમાં ૬૪૨ એક્ટિવ કેસ, ૧૫૦ શંકાસ્પદ, કેપિસીટી પૂર્ણ થવા આવી છે જ્યારે સિવિલમાં ૫૪૭, સમરસમાં ૫૯૧ એચસીજીમાં ૧૪, સ્ટર્લિંગમાં ૧૬ તેમજ હજ હાઉસ અને અન્ય કોવિડ સેન્ટરમાં કુલ ૧૮૫૪ દર્દીઓ દાખલ છે. હું બદરુદ્દીન શેખના નિધન પર શોક વ્યક્ત કરું છું. તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ડિસ્ચાર્જ થયા છે. તેઓ પ્લાઝમા ડોનેટ કરવાના છે અને હું તેમના આ નિર્ણયને આવકારું છું.

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાઇરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવા આવ્યા છે. આજે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ ખેડાવાલાએ પ્લાઝમા ડોનેટ કરવાનો પણ નિર્ણ કર્યો છે. મહત્વનું છે કે, ૧૪ એપ્રિલે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હાલ શહેરની સ્થિતિ ગંભીર બની ગઈ હોવાથી દિલ્હી આવેલી કેન્દ્ર સરકારની ટીમે બે દિવસથી શહેરમાં ધામા નાંખ્યા છે. કેન્દ્રીય ટીમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં સમીક્ષા કરશે. હાલ કેન્દ્રીય ગૃહ ટીમ કઠવાડા ગામના શેલ્ટર હોમમાં પહોંચી છે. શેલ્ટર હોમમાં ૧૦૦ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને રાખવામાં આવ્યા છે. તેઓને કેવી સુવિધાઓ આપવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી. કઠવાડા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શેલ્ટર હોમની મુલાકાત લેશે. અમદાવાદ જિલ્લામાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની ટીમ સમીક્ષા કરશે. જિલ્લાઓમાં આવતા વિસ્તારમાંCOVID-૧૯ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અને પોઝિટિવ દર્દીઓના વિસ્તારની મુલાકાત લઈ શકે છે.

૧૯ મૃત્યુમાં ૧૧ દર્દી એવા હતા જેઓ માત્ર એક-બે કે ત્રણ દિવસ પહેલાં જ દાખલ થયા હતા. જ્યારે ૭ દર્દી ત્રણથી સાત દિવસની સારવાર લીધા પછી મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં પાલડી, વાસણા, ખોખરા, ગોમતીપુર, શાહપુર, દરિયાપુર અને જમાલપુરમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. ૧૦ મૃતકોને કોરોના ઉપરાંત મલ્ટિપલ બીમારી હતી. જ્યારે ૮ લોકોના મૃત્યુ માત્ર કોરોનાના લીધે જ થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.