ભારતમાં લોન્ચ થયેલી બહુપ્રતિક્ષિત અને અનેક ખૂબીઓથી સજ્જ, 6 તથા 7 સીટર એસયૂવી હ્યુંડઈ ALCAZARની સાથે જીવો ગ્રાંડ લાઇફ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, 18 જૂન, 2021: દેશની પહેલી સ્માર્ટ મોબોલિટી સૉલ્યુશન પ્રદાતા અને શરૂઆતથી જ સૌથી મોટી નિકાસકાર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડે આજે પોતાની બહુપ્રતિક્ષિત પ્રીમિયમ, અનેક ખૂબીઓથી સજ્જ, 6 તથા 7 સીટર એસયૂવી હ્યુંડઈ ALCAZARને લોન્ચ કરી. ભવ્ય અને શાનદાર યાત્રા અનુભવોને નવી ઓળખાણ આપનારી હ્યુંડઈ ALCAZAR ગ્રાહકોને કોઇ પણ પરિસ્થિતિમાં જઇ શકવાની પોતાની ખૂબીથી લલચાવવા અને હ્યુંહઈ એસયૂવી લાઇફ દ્વારા અનોખો અનુભવ આપવા માટે તૈયાર છે.
હ્યુંડઈ ALCAZARની લોન્ચિંગના પ્રસંગે હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડના એમડી તથા સીઈઓ શ્રી એસ.એ. કિમે જણાવ્યું, “ભારતમાં શાનદાર 25 વર્ષ પૂરા કરતા આ વર્ષે અમે નવી યાત્રાની શરૂઆત કરી છે. હ્યુંડઈએ નવા સેગમેંટમાં ડગ માંડ્યા છે અને અમારૂં લક્ષ્ય સમગ્ર દેશમાં પોતાના ગ્રાહકો માટે પ્રીમિયમ ટ્રાવેલ એક્સપીરિયંસને નવી રીતે વ્યાખ્યાયિત કરવાનો છે. હ્યુંડઈ ALCAZAR અમારા ગ્રાહકોની મહત્વાકાંક્ષાઓની જ છબી છે, જે તેમને આનંદિત જીવન અને શ્રેષ્ઠ સમય માટે પરિવાર તથા મિત્રોની સાથે મળી યાત્રા પર જવાની તક આપશે. સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, આરામ અને સુગમતાની સાથે હ્યુંડઈ ALCAZAR એસયૂવી સેગમેંટમાં અણારી અગ્રણી સ્થિતિને વધુ મજબૂત કરશે અને Venue, Creta, Kona Electric અને Tucsonની અમારી લાઇનઅપને વધુ આગળ ધપાવશે.”
શ્રી એસ.એસ. કિમે આગળ જણાવ્યું, “હ્યુંડઈ ALCAZARને પ્રીમિયમ મેન્યુફેક્ચરિંગને મૂર્ત સ્વરૂપ આપવા માટે વિકસિત કરવામાં આવી છે, જેમાં હ્યુંડઈના અલ્ટીમેટ સાયન્સ ઑફ હ્યુમન એન્જિનીયરિંગની ઝાંખી દેખાય છે. ટેક્નોલોજી અને પરર્ફોમંસને નવી ઉંચાઇ આપતી આ એસયૂવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં હ્યુંડઈની નિપુણતાનું વધુ એક પ્રમાણ છે, જેને શાનદાર મોબિલિટી એક્સપીરિયંસની ગેરંટી આપી છે. અમને વિશ્વાસ છે કે હ્યુંડઈ ALCAZAR અનોખો ડ્રાઇવિંગ અનુભવ આપશે અને ફરીથી એક માનક સ્થાપિત કરશે. ભારતમાં હ્યુંડઈ ALCAZARની પાસે વિવિધતાથી પૂર્ણ એસયૂવી લાઇનઅપ છે અને દરેક મૉડલ ગ્રાહકોને અનોખો અનુભવ આપે છે, તેમની મહત્વાકાંક્ષાઓ અને વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે. પોતાના પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવા માટે અમે હ્યુંડઈ ALCAZARની લેન્ચિંગની સાથે હવે 6 તથા 7 સીટર એસયૂવીના નવા સેગમેંટમાં ડગ માંડી રહ્યાં છીએ.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.