સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- કોરોના સંકટને અવસર બનાવીને ભારત નિર્માણ કરવાનું છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રખેવાળ, નાગપુર

નાગપુર RSS પ્રમુખ મોહન ભાગવત રવિવારે સાંજે કોવિડ-૧૯ મહામારી મુદ્દા પર ઓનલાઇન વાત રજૂ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે અહીં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરો. જો તેના વિના જીવન ન ચાલે તો તેને આપણી શરતો પર ચલાવીશું. સ્વદેશીનું આચરણ અપનાવવું પડશે. ઉત્પાદનમાં ગુણવત્તામાં બિલકુલ ૧૯ ન થાય, કારીગર, ઉત્પાદકો બધાને આ વિચારવું પડશે. સમાજ અને દેશને સ્વદેશી અપનાવવું પડશે. વિદેશો પર અવલંબન ન હોવું જોઇએ. આ પહેલી વખત છે જ્યારે મોહન ભાગવતે કોઇ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર સંબોધન કર્યું .

                                                                ભાગવતના સંબોધનની પ્રમુખ વાતો

  • તેમણે કહ્યું- સામાન્ય સૂચનાઓ દરેક માટે છે. વિશેષ પરિસ્થિતિઓ પણ છે જમાં સૌને રાહત મળે એ પણ ધ્યાન રાખવું પડશે. આપણી સેવાના દાયરામાં સૌ કોઇ આવે, અનુશાસન એટલું લચીલું રાખવાનું છે. લોકોને આદતો પણ વ્યવસ્થિત રાખવી જોઇએ. લોકોને અનુભવ થઇ ગયો છે અને તેઓ તૈયાર છે તો આપણને પણ સારી વાતોનો પ્રચાર-પ્રસાર કરવો જોઇએ.
  • ભાગવતે કહ્યું- આપણને ધૈર્ય રાખવાનું છે. કેટલા દિવસ તે નથી વિચારવાનું, લગાતાર કરતા રહેવાનું છે. વિદુરનીતિમાં કહ્યું છે કે જે પુરુષને તેની જીત જોઇએ, પોતાનું સારું જોઇએ તેને ૬ દોષ ખતમ કરવાના હોય છે. આળસ અને દીર્ઘ સૂત્રતા કામના નથી, તત્પરતા જોઇએ.
  • તેમણે કહ્યું- ભારતે આળસ ન કરી અને તરત નિર્ણય કર્યો. નિંદ્રા અને તંદ્રા મતલબ અસાવધાની. સમજી વિચારીને કામ કરવું. ભય અને ક્રોધને ટાળવો. લોકોને ભય છે કે ક્વોરેન્ટીનમાં નાખી દેશે તેથી છૂપાવવાનો પ્રયાસ કરે છે. નિયમોમાં બાંધી નાખ્યા તો તેમની ભાવના એવી છે કે અમારા પર આવું કંઇ ન થાય. ઉશ્કેરવા વાળા પણ ઓછા નથી , તેના લીધે જ ક્રોધ થાય છે અને પછી અતિવાદી કૃત્ય થાય છે. તેનો લાભ લેનારા લોકો છે.
  • તેમણે કહ્યું- હાથ ધોવા, માસ્ક લગાવવા, દવા લેવી એ જરૂરી છે, ખૂબ સાવધાનીપૂર્વક અને સજાગતાથી કામ કરવું પડશે
  • તેમણે કહ્યું- કોરોના સામે લડવામાં સૌ કોઇ આપણા છે. આપણે મનુષ્યોમાં ભેદ નથી કરતા. સેવામાં કોઇ પ્રતિસ્પર્ધી નથી. જે લોકો કામમાં લાગેલા છે તેમની સાથે મળીને કામ કરવાનું છે. આપણી સેવાનો આધાર પોતાનાપણાની ભાવના, સ્નેહ અને પ્રેમ છે. તેમણે કહ્યું- કામ કરતા કરતા આપણે બીમાર ન થઇએ તેનું ધ્યાન રાખવાનું છે. હાથ ધોવા, માસ્ક પહેરવા, દવા લેવી તે જરૂરી છે. ખૂબ સાવધાનીપૂર્વક સજાગતાથી કામ કરવું પડશે. જેમને જરૂરિયાત છે તેમની પાસે મદદ પહોંચે તેવું કામ કરવું પડશે.
  • સંઘ પ્રમુખે કહ્યું- કોઇ ભય અથવા ક્રોધના કારણે કોઇએ કંઇ કરી નાખ્યું તો આપણને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા દેશનો વિષય છે અને આપણી ભાવના સહયોગની રહેશે, વિરોધની નહીં. રાજકીય રીતે આવી જાય, જેમને જે કરવું છે તે કરતા રહેશે. ૧૩૦ કરોડનો સમાજ ભારતમાતાના પુત્ર છે અને આપણા ભાઇ છે. જો કોઇ ઘટના થાય છે તો પ્રતિક્રિયા આપવાની નથી. ભય અને ક્રોધવશ થતા કૃત્યોમાં આપણને સામેલ થવાનું નથી, અને તમારા સમાજને પણ આ જણાવો.
  • બે સન્યાસીઓની હત્યા થઇ અને તેને લઇને નિવેદનો થઇ રહ્યા છે. પરંતુ આ કૃત્ય થવું જોઇએ શું, કાયદો કોઇને હાથમાં લેવો જોઇએ , પોલીસને શું કરવું જોઇએ ? સંકટના આવા સમય પર આવા કિંતુ પરંતુ હોય છે, ભેદ અને સ્વાર્થ હોય છે. આપણે તેના પર ધ્યાન ન દઇને દેશહિતમાં સકારાત્મક બનીને રહેવું જોઇએ. સન્યાસીઓની હત્યા થઇ, ઢીબીઢીબીને તેમને ઉપદ્રવીઓએ મારી નાખ્યા. તે સન્યાસીઓ માનવ પર ઉપકાર કરનારા લોકો હતા.
  • લોકડાઉનની જરૂરિયાત નહીં રહે, આ બીમારી જશે. પરંતુ જે અસ્તવ્યસ્ત થયું છે તેને ઠીક કરવામાં સમય લાગશે. ઘણી જગ્યાએ એવું થયું કે છૂટ મળી તો ભીડ જમા થઇ ગઇ. આવનારા સમયમાં વિદ્યાલય ખુલશે તો તેના વિશે પણ વિચારવું પડશે. બજારો, ફેક્ટરી, ઉદ્યોગ શરૂ થશે ત્યારે પણ ભીડ નહીં હોય. તેના વિશે ચિંતા કરવી જોઇએ. ફરી આ બીમારી ન આવે તેના માટે સમાજને દિશા આપવાનું કામ આપણને કરતા રહેવું પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.