![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/06/00605a40-8b0e-47cf-a871-f24e6d599102-4-1-6-1-1-1-1.jpg)
આપની આજ 16-06-2021 નું રાશી ભવિષ્ય
મેષ (અ.લ.ઇ.):- ખૂલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી. પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટૅન્શનમાં ઓર વધારો થશે. જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જાેડે ભાગીદારી માં વેપાર કરી રહ્યા છે. તેમને આજે ઘણું સોચી અને વિચારી ને પગલાં લેવા ની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થયી શકે છે.
વૃષભ(બ.વ.ઉ.):- પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજાે. એકમેક સાથે થોડોક સમય વિતાવજાે જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે.
મિથુન(ક.છ.ઘ.):- લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ ર્નિબળ હશો-આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજાે. આજ ના દિવસે તમે ઘરે થી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવા થી તમારું મૂડ ખરાબ થયી શકે છે.
કર્ક(ડ.હ.):- તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો ર્નિણય નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. વેપાર માં ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે.
સિંહ(મ.ટ.):- તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો.
કન્યા(પ.ઠ.ણ.):- જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જાેઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે.
તુલા(ર.ત.):- શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમારું ધન તમારા કામ માં ત્યારેજ આવી શકે છે જયારે તમે પોતાની ફિજૂલખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજ માં આવી શકે છે.
વૃશ્ચિક(ન.ય.):- તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ, તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો. આજ ના દિવસે તમારે તેવા મિત્રો થી બચવા ની જરૂર છે જે ઉધાર લે તો છે પરંતુ પાછું નથી કરતા? તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજાે.
ધન(ભ.ધ.ફ.ઢ.):- બહાર જવું-પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો.
મકર(ખ.જ.):- તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. દિવસ ની શરૂઆત માંજ તમને કોઈ આર્થિક હાનિ થયી શકે છે જેથી આખું દિવસ ખરાબ થયી શકે છે.
કુંભ(ગ.શ.સ.):- એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. ધન ની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓ થી દૂર કરી શકે છે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. જાે તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો.
મીન(દ.ચ.ઝ.):- તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે. ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધન ને લયીને એટલું ગંભીર પણ ના થયી જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે. ઘરમાં કોઈક વિધી અથવા મંગળ સંસ્કાર થવા જાેઈએ.