ટેક્નોએ સ્પાર્ક 7ટી સાથે બજેટ સેક્શનમાં ધમાકો કર્યો, ફોનમાં સેગમેન્ટનો પ્રથમ 48 એમપી એઆઇ ડ્યુઅલ કેમેરા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટેક્નો તેની બેસ્ટ રજૂઆત માટે પાછું આવી ગયું છે. કંપનીએ વાજબી કિંમતે મોબાઇલની શ્રેણીમાં ઘણાં સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ રજૂ કરીને પરંપરાગત માળખામાં હલચલ મચાવી છે. તેનાથી કંપનીને રૂ. 5 હજાર અને રૂ. 10 હજાર સુધીના મોબાઇલ ફોનની શ્રેણીમાં પોતાની સ્થિતિને મજબૂત કરવાની તક મળી છે. નવા સ્પાર્ક ટી સાથે ટેક્નો રૂ. 9 હજારથી નીચી કિંમતે સ્માર્ટફોનની શ્રેણીમાં પ્રથમ એવી દિગ્ગજ કંપની બની છે કે જે પ્રોફેશ્નલ ફોટોગ્રાફી માટે 48 એમપીનો બિગ એઆઇ રિયર કેમેરા ઓફર કરી રહી છે. ટેક્નોના સ્પાર્ક 7ટીને ભારતના યુવાનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમના માટે તમામ ફોટો અને વિડિયોને તુરંત શેર કરવાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્માર્ટફોન સૌથી મુખ્ય ડિવાઇસ બની ગયું છે. આ નવા યુગમાં સ્માર્ટફોન ઘણાં પ્રોફેશ્નલ મોડ્સને સપોર્ટ કરે છે, જેમાં વિડિયો બોકેહ, ટાઇમ લેપ્સ, સ્લો મોશન, એઆઇ પોટ્રેટ, સ્માઇલ શોટ વગેરે જેવાં ઘણાં ફીચર્સ સામેલ છે. તેમાં દરેક ક્લિકની સાથે કલાત્મક અને બેજોડ ફોટા અને વિડિયો પ્રાપ્ત થાય છે.

ટેક્નોની લોકપ્રિય રેંજના સ્માર્ટફોન તેની ઉત્તમ ડિઝાઇન, ડિસ્પ્લે અને કેમેરા માટે જાણીતા છે. એકંદરે આ સ્માર્ટફોન એફોર્ડેબલ સેગમેન્ટમાં સ્માર્ટફોનનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે. ટેક્નો સ્પાર્ક 7ટી પોતાની શ્રેણીમાં ઘણાં ફીચર્સ યુઝર્સને ઓફર કરે છે, જેમાં સેગમેન્ટમાં પ્રથમવાર 48 એમપીનો એઆઇ ડ્યુઅલ રિયર કેમેરા, 6000 એમએએચની મોટીબેટરી, મોટા આકારમાં6.52 ઇંચનું એચડી+આઇપીએસ ડોટ નોટ ડિસ્પ્લે અને 4જીબી રેમ રૂ. 8999ની આકર્ષક કિંમતે ઓફર થઇ રહી છે. ગ્રાહકોની સાથે ડીલને વધુ રસપ્રદ બનાવતા લોંચિંગના દિવસે સ્પાર્ક 7ટી ફોન ખરીદવા ઉપર યુઝર્સને ફ્લેટ રૂ. 1000નું ડિસ્કાઉન્ટ મળશે, જેનાથી યુઝર્સ તે દિવસે માત્ર રૂ. 7999માં સ્માર્ટફોન ખરીદી શકશે.

ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીઇઓ અરિજિત તાલાપાત્રાએ જણાવ્યું હતું કે, ટેક્નો ખાતે અમે સ્થાનિક ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી પ્રોડક્ટ્સ તૈયાર કરીએ છીએ, જે અમારી મુખ્ય બ્રાન્ડ વેલ્યુ છે. આ નવી સામાન્ય સ્થિતિમાં અમે સ્માર્ટફોનની શ્રેણીમાં ટેક્નોને નવી ઉંચાઇઓ ઉપર લઇ જવા માટે સજ્જ છીએ. નવી અને વાજબી પ્રોડક્ટ સ્પાર્ક 7ટી દ્વારા કંપની મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની ટેક્નોલોજીમાં ક્રાંતિ લાવી છે. લોકપ્રિય સ્પાર્ક પોર્ટફોલિયોમાં હાલમાં જ વાજબી કિંમતમાં બેજોડ સ્માર્ટફોન લોંચ કરવામાં આવ્યાં છે, જે 48 એમપીના ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપની સાથે મેગા 6000 એમએએચ બેટરી ઓફર કરે છે. ટેક્નો બ્રાન્ડની સમય કરતાં આગળ રહેવાની વિચારધારા સાથે અમે પ્રોડક્ટના કોઇપણ સેગમેન્ટમાં પ્રથમવાર ઓફર કરતાં ફીચર્સ લોંચ કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી તે ફીચર્સનો મહત્તમ લોકો લાભ ઉઠાવી શકે. અમને વિશ્વાસ છે કે તેને સફળતા મળશે અને તેના દ્વારા સ્થાપિત ધોરણોનું બીજા અનુકરણ કરશે.આ સ્માર્ટફોન ત્રણ કલર વેરિઅન્ટ્સ – મેગ્નેટ બ્લેક, જ્વેલ બ્લુ અને નેબુલા ઓરેન્જમાં મળે છે.સ્પાર્ક 7ટીની મુખ્ય વિશેષતાઓઃ

48 એમપી એઆઇ ડ્યુઅલ રિયર કેમેરાન સાથે 2K ક્વોલિટી રેકોર્ડિંગ
ટેક્નો સ્પાર્ક 7ટી સ્માર્ટફોન ક્વાડ ફ્લેશની સાથે 48 એમપી અને એઆઇ ડ્યુઅર રિયર કેમેરાથી સજ્જ છે, જે ગ્રાહકોને સ્પષ્ટ અને ઉત્તમ ફોટો ક્લિક કરવા માટે સક્ષમ બનાવે છે. ટાઇમ લેપ્સ મોડમાં 15 ગણાથી લઇને 5400 ગણા ઝડરથી વિડિયો બનાવી શકાય છે. ટેક્નો સ્પાર્ક 7ટી સ્માર્ટફોનથી 2K ક્વોલિટી રેકોર્ડિંગ કરી શકાય છે.તેમાં 120 એફપીએસ ઉપર કોઇપણ ટાઇમ લિમિટના વિડિયો બનાવી શકાય છે. વિડિયોઝને 10 ગણા ઝુમ કરી શકાય છે. આ ઉપરાંત શોર્ટ વિડિયો, વિડિયો બોકેહ મોડ અને 20 એઆઇ સીન ડિટેક્ટર જેવા ફીચર્સની મદદથી ઉત્તમ વિડિયો બનાવી શકાય છે. એકંદરે આ સ્માર્ટફોન ક્વાડ ફ્લેશ અને એફ 1.8 અપાર્ચરની સાથે ઓછા પ્રકાશમાં બેજોડ ફોટોગ્રાફીનો અનુભવ આપે છે.

મેગા 6000 એમએએચની બેટરી
સ્પાર્ક 7ટી સ્માર્ટફોનમાં 6000 એમએએચની બેટરી લગાવવામાં આવી છે, જેનાથી યુઝર્સને 36 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ, 41 કલાકનો કોલિંગ ટાઇમ, 18કલાકનું વેબ બ્રાઉઝિંગ, 193 કલાકનું મ્યુઝિક પ્લેબેક, 18 કલાક ગેમ પ્લેઇંગ ટાઇમ અને 29 કલાક વિડિયો પ્લેબેક ટાઇમ મળે છે. મેગા બેટરીની સાથે આ સ્માર્ટફોન બીજા એઆઇ ફીચર્સ જેમકે એઆઇ પાવર સેવિંગ અને ફુલ ચાર્જ એલર્ટની સુવિધા ધરાવે છે, જેનાથી ફોન સંપૂર્ણપણે ચાર્જ થવા ઉપર આપમેળે જ પાવર કટ થઇ જાય છે. તેનાથી ફોન ઓવરચાર્જ થતો નથી.

ડિઝાઇન અને ડિસ્પ્લે
ટેક્નો સ્પાર્ક 7ટી સ્માર્ટફોન 6.52 ઇંચની વિશાળ એચડી સ્ક્રીન સાથે ટોપ નોચ ડિસ્પ્લે અને 720 X 1600નું રિઝોલ્યુશન ધરાવે છે. તેનો 90.34 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો, 269 પીપીએલ પિક્સલ સાથે 480 નિટ્સની બ્રાઇટનેસ મળે છે, જેનાથી યુઝર્સ સિનેમા અને વિડિયોનો ઉત્તમ અનુભવ પ્રાપ્ત કરે છે.
આકર્ષક સ્લિમ ડિઝાઇનની સાથે સ્માર્ટફોનમાં લેઝરથી સ્પેશિયલ બોલ્ડ લોગો છે, જેનું મેટલ ટેક્ષચર, પારદર્શી અને હળવી લક્ઝરી ક્રિસ્ટલ ડાયમંડ ડિઝાઇન સ્માર્ટફોનને સ્માર્ટ અને ટ્રેન્ડી લૂક પ્રદાન કરે છે. યુવાનો અને સ્ટાઇલિશ લોકોને લક્ષ્યમાં રાખતાં તે પ્રીમિયમ અહેસાસ અને લૂક આપે છે.

મજબૂત હેલિયો જી 35 પ્રોસેસર
ટેક્નોનો સ્પાર્ક 7ટી સ્પાર્કફોનને હેલિયો જી-36 પ્રોસેસરથી સજ્જ કરવામાં આવ્યો છે, જેમાં હાઇપર એન્જિન ટેક્નોલોજીને સામેલ કરવામાં આવી છે. તેનાથી ડિવાઇસને ઉત્તમ પર્ફોર્મન્સનો પાવર, અનુકૂળતા અને સારી કનેક્ટિવિટી મળે છે. 2.3 ગીગાહટ્ઝનું સીપીયુ ફ્રિકવન્સીથી પાવર ક્ષમતા મળે છે.
સ્પાર્ક 7ટી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 ઉપર આધારિત એચઆઇઓએસ 7.6 ઉપર સંચાલિત છે, જેમાં નવા ફીચર્સ જેમકે રિફ્રેશ્ડ ઝીરો સ્ક્રીન, ફિલ્મ આલ્બમ, સ્ટોરી આલ્બમ, ડોક્યુમેન્ટ ઓટો રોટેટ મેનેજર, કિડ્સ મોડ, એન્ટી થેફ્ટ એલાર્મ, વોલ્ટ 2.0 અને ફોન ક્લોઝર જેવા નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે.

માઇક્રો સ્લિટ ડ્યુઅલ ફ્લેશની સાથે 8 એમપીનો એઆઇ ફ્લેશ
ટેક્નો સ્પાર્ક 7ટી ફોન 8 એમપીના એઆઇ ફ્રન્ટ કેમેરાથી સજ્જ છે, જેમાં એફ/2.0ના અપાર્ચર, ડ્યુઅલ ફ્લેશ લાઇટની સાથે બ્રાઇટનેસને એડજસ્ટ કરવા માટે માઇક્રોસ્લિટ છે. તેનાથી યુઝર ઓછા પ્રકાશમાં પરફેક્ટ સેલ્ફી ખેંચી શકે છે.
સ્પાર્ક 7ટીનો ફ્રન્ટ કેમેરા ઘણાં પ્રોફેશ્નલ મોડને સપોર્ટ કરે છે, જેમાં સ્માઇલ શોટ, ઓટો કેપ્ચર ફોટોઝ સાથે સ્માઇલ્સ, પોટ્રેટ મોડ, એઇએચઆર મોડ, એઆર શોટ, વાઇડ સેલ્ફી, બ્રસ્ટ શોટ, 7 એઆઇ સ્ક્રીન ડિટેક્શનએઆઇ કેમેરા અને બ્યુટી મોડ સામેલ છે.

વિશાળ સ્ટોરેજ
સ્પાર્ક 7ટી સ્માર્ટફોન વિશાળ સ્ટોરેજ ક્ષમતા સાથે ઉપલબ્ધ છે, જેનાથી યુઝર્સને મ્યુઝિક, મૂવીઝ, ગેમ્સ અને એપને સ્ટોર કરવા માટે સ્પેસની ચિંતા કરવી પડતી નથી. સ્પાર્ક 7ટી સ્માર્ટફોનની સ્ટોરેજ ક્ષમતા યુઝર્સને સુપરફાસ્ટ એપ્લીકેશનનો અહેસાસ કરવા માટે LPDDR4x રેમથી સજ્જ કરવામાં આવી છે.

ફેસ અનલોક અને ફિંગર પ્રિન્ટ સિક્યોરિટી
ટેક્નો સ્પાર્ક 7ટી સ્માર્ટફોનમાં ફેસ અનલોક 2.0 અને સ્માર્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર ઇનબિલ્ટ છે, જે યુઝર્સના ડેટાની સુરક્ષા કરે છે અને ગોપનિયતા સુનિશ્ચિત કરે છે. ફેસ અનલોક 2.0 ક્લોઝ્ડ આઇ પ્રોટેક્શનમાં સક્ષમ છે. તે ઓછી લાઇટમાં સ્ક્રીન પ્રકાશથી ભરી દે છે. સ્માર્ટ ફિંગર પ્રિન્ટ સેન્સરથી ફોન માત્ર 0.28 સેકન્ડમાં અમલોક કરી શકાય છે, જેનાથી યુઝર્સ તરત કોલ રિસિવ કરવા તેમજ ફોટો ક્લિક કરવાનો અને એલાર્મ બંધ કરવા સક્ષમ રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.